અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ અને સુરત પછી સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. એમાં પણ રાજકોટમાં કોરોનાની સૌથી વધુ સ્થિતિ ખરાબ છે. હાલ, રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. આ કેસો અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. એટલું જ નહીં, પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ, સૌરાષ્ટ્રમાં 4474 એક્ટિવ કેસો છે. જ્યારે 12,784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કુલ 261 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં સૌથી વધુ 2029 એક્ટિવ કેસો છે. આ પછી ભાવનગરમાં 465, જામનગરમાં 430, અમરેલીમાં 392, સુરેન્દ્રનગરમાં 284, જૂનાગઢમાં 251, મોરબીમાં 199, દેવભૂમિ દ્વારકામાં 132, બોટાદમાં 111 અને પોરબંદરમાં 31 એક્ટિવ કેસો છે.
District NameActive Positive CasesCases Tested for COVID19Patients RecoveredPeople Under QuarantineTotal Deaths
Amreli392364668761355919
Bhavnagar465748142311376145
Botad111179913835385
Devbhoomi Dwarka1321812412864
Gir Somnath15026888814605213
Jamnagar4306120422201037527
Junagadh251476491484431030
Morbi1992504471438114
Porbandar31177372866434
Rajkot2029951282682654092
Surendranagar2844138188692068
Total44744624261278455371261