અમદાવાદઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. બીજી તરફ લોકો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાની રસીનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાનું ટ્રાયલ શરૂ થયું છે. હેડ ઓફ પ્રોફેસર અને મીડીસીન વિભાગના પારુલ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના રસીનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. દરેક નિયમને ધ્યાનમાં રાખી ટ્રાયલ કરવામાં આવે છે. સોલા સિવિલમાં અત્યાર સુધી 10 વોલેન્ટીયર આવ્યા છે. જેમને ફોર્મ ભરાવ્યાં બાદ તેમની સહી લીધા બાદ વેકસીન આપવામાં આવી છે.


તેમણે ઉમેર્યું હતું કે, તંદુરસ્ત લોકો રસી લઈ શકે છે. બોડીનું ચેકઅપ કરી વેકસીન આપવામાં આવશે. સોમવારથી શુક્રવાર સુધી અંદાજે 25 વોલેન્ટીયર ને રસી આપવામાં આવશે. જરૂર પડશે તો ટ્રાયલ વધારવા આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ત્રીજા ટ્રાયલમાં રસી આવી છે. એક હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. ભારત સરકાર જલ્દી વેકસીન આવે તે માટે આયોજન કરી રહ્યું છે. ચાર સ્ટેજ વેકસીન અપાશે. ફ્રન્ટ લાઈન વોરિયર્સને પ્રથમ વેકસીન અપાશે. બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ સફાઈ કમદારઝ રેવન્યુ સ્ટાફ અને પોલીસને અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુના લોકોને અપાશે, વધુ મૃત્યુ આ ઉંમરના લોકોને અપાશે. ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેના અને જે કોમોરબીડ હોય તેમને અપાશે.

પૂરતી રીતે વેકસીન તમામને આપવામાં આવશે. ગઈ કાલે રાજ્ય સરકારે 91 હજાર ટેસ્ટ કર્યા છે. સરકાર મફત ટેસ્ટ કરી રહી છે. ખાનગી લેબ ચાર્જ વસુલ કરી રહી છે તે દર પણ સરકારે નક્કી કર્યા છે.