અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે 502 નવા કેસગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

  


અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 200 ને પાર પહોંચી છે.  નવા 27 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.  દક્ષિણઝોન,પશ્ચિમઝોન,દક્ષિણ પશ્ચિમ,ઉત્તર પશ્ચિમ ઝોનમાં  માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉભા કરવામાં આવ્યા.  જુના 5 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરાયા છે. 


રાજ્યમાં કોરોના  સંક્રમણ બેકાબૂ થયું છે.   આજે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે.    જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 1255   દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76   લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 200 ને પાર પહોંચી છે.


અમદાવાદમાં આજે 502 નવા કેસ નોંધાયા છે, જ્યારે 383 લોકો સ્વસ્થ થયા છે. કોરોના સંક્રમણથી અમદાવાદ શહેરમાં આજે વધુ બે લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણથી રાજ્યનો  કુલ મૃત્યુઆંક 4458 પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં 2,77,603 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં કોરોના  સંક્રમણ બેકાબૂ થયું છે.   આજે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે.    જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 1255   દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76   લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.