અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. શહેરના નવા પશ્ચિમ વિસ્તારમા એકા એક કોરોના વાયરસના કેસમા વધારો થયો છે.


અમદાવાદના બોડકદેવ વિસ્તારમા એકાએક 13 નવા કેસ નોંધાયા છે. જયારે નારણપુરામા સૌથી વધુ 22 નવા કેસ નોંધાયા છે. નારણપુરા નજીકના વિસ્તારોમાં કેસ જોવા મળ્યા છે. નારણપુરાના જય મંગલ બીઆરટીએસ પાસે આવેલા પુષ્પક એપાર્ટમેન્ટ અને નિર્મલ એપાર્ટમેન્ટમાં વધુ કેસ જોવા મળ્યા છે.

નારણપુરાના આદર્શનગર અને આસોપાલવ એપાર્ટમેન્ટમા પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે. નિકોલમા 17 અસારવામા 16 કેસ નોંધાયા છે.

અમદાવાદ શેહરમાં કુલ 14631 કોરોના વાયરસના સંક્રમિત કેસ છે. જેમાંથી કુલ 10130 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના વાયરસના કારણે શહેરમાં અત્યાર સુધીમાં 1039 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે.