અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આજે રાજ્યમાં કોરોનાના કુલ કેસ ચાર હજારથી વધુ નોંધાયા છે. પરંતુ એકલા અમદાવાદમાં જ કોરોનાના કેસ 951 નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોના સંક્રમણથી કુલ 8 લોકોના મોત થયા છે. અમદાવાદમાં આજે કુલ 470 દર્દીઓ સ્વસ્થ થયા છે. 


રાજ્યમાં સતત વધી રહ્યું છે સંક્રમણ


છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 4021 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 35 લોકોના કોરોના (Corona)સંક્રમણથી મોત થયાં હતા. આજે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 20473 પર પહોંચ્યો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે.  અમદાવાદ અને સુરત આ બંને શહેરોમાં કોરોના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આજે અમદાવાદમાં નવા 951 કેસ નોંધાયા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


આજે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 951,  સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ  કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104,  રાજકોટ 93, જામનગરમાં 99,  મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં.