રાજ્યમાં કોરોના વાયરસને લઈને અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. ગુજરાતમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ 929 કેસમાં માંથી એકલા અમદાવાદમાં 545 કેસ છે.
ગુજરાતના કુલ દર્દીઓ પૈકી 59 ટકા દર્દીઓ અમદાવાદના છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે,જ્યારે 21 લોકો સ્વ્સ્થ થયા છે.
કોરોના વાયરસના કારણે બગડી રહેલી સ્થિતિને જોતા અમદાવાદને લોકડાઉનમાંથી રાહત મળે તેવી શક્યતા નહીવત છે. અમદાવાદના મેયર અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર હોવાનું નિવેદન આપી ચૂક્યા છે.
આરોગ્ય સચિવ જયંતી રવીએ માહિતી આપતા કહ્યું, આવતીકાલ સાંજ સુધીમાં રેપિડ કિટ આવી જશે, જેથી ગુજરાતમાં ટેસ્ટિંગ વધુ કરી શકીશુ.
કોરોના વાયરસના કારણે અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 95 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 545 પર પહોંચ્યો છે.