અમદાવાદ: કોરોના વાયરસને લઈને દેશમાં દહેશત ફેલાયેલી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયાની ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતો અભિમન્યુ આચાર્ય નામનો યુવક શુક્રવારે મોડી રાતે ટોરેન્ટોથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. અભિમન્યુએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, એરપોર્ટ પર થર્મલ ચેકિંગ થતું નથી. આ મામલે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.



જોકે એરપોર્ટ ઓથોરિટીએ અભિમન્યુને ચેક કર્યાંના ફુટેજ ટ્વીટ કરી જાહેર કર્યાં હતાં. મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ અભિમન્યુ સામે કાયદાકીય પગલાં ભરવા કહ્યું હતું. જેના પગલે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અભિમન્યુના ઘરે તપાસ કરતા 14 દિવસ ઘરમાં રહેવાની જાણ કરવા છતાં તેઓ માસ્ક કે સાવચેતી વગર ઘરમાં ન રહી અને ઘરની બહાર નીકળતાં હોવાનું જણાતા આરોગ્ય અધિકારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



શુક્રવારે મોડી રાતે ઘાટલોડીયામાં આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતો અભિમન્યુ આચાર્ય નામનો યુવક ટોરેન્ટોથી પરત અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. અભિમન્યુએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, એરપોર્ટ પર થર્મલ ચેકિંગ થતું નથી.



આ મામલે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું જેને લઈને અમદાવાદમાં એક જ ચર્ચા ચાલી રહી હતી. એરપોર્ટ ઓથોરિટીએ અભિમન્યુને ચેક કર્યાં હોવાના સીસીટીવી ફુટેજ ટ્વીટ કરી જાહેર કર્યાં હતા. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અભિમન્યુ સામે કાયદાકીય પગલાં ભરવા કહ્યું હતું.