અમદાવાદ: ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,597 એક્ટિવ કેસ છે, જ્યારે 1,25,243 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,506 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,45,362 પર પહોંચી છે.
આ દરમિયાન અમદાવાદ માટે સતત બીજા દિવસે રાહતના સમાચાર આવ્યા હતા. શહેરમાં સતત બીજા દિવસે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો થયો હતો. આજે 12 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 7 સ્થળોને ઉમેરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં 170 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે.
આજે અમદાવાદમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા હતા અને 246 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે 3 લોકોના મોત થયા હતા.
Coronavirus: અમદાવાદ માટે સતત બીજા દિવસે શું આવ્યા રાહતના સમાચાર, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2020 10:10 PM (IST)
શહેરમાં સતત બીજા દિવસે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો થયો હતો. આજે 12 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 7 સ્થળોને ઉમેરવામાં આવ્યા હતા.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -