અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે પરંતુ તેમ છતાં બે સપ્તાહ બાદ અમદાવાદ માટે ફરી રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3544 છે.


છેલ્લા 24 કલાકમાં SVP માં સારવાર લેતા 1 અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 34,749  અને મોતનો આંકડો 1775 પર પહોંચ્યો છે. હાલ પણ પશ્ચિમઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના રહીશોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

પશ્ચિમઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 641, ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 637, દક્ષિણ ઝોનમાં 530 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 524 છે.

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,40,055 પર પહોંચી છે અને મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ