અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરના વાયરસનો ચેપ ના લાગે એટલા માટે હોમ ક્વોરન્ટાઈન કરાયા છતાં બહાર નિકળનારા વધુ ચાર લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે આ ચારેયને બુધવારે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. આ સાથે આ રીતે બે દિવસમાં કુલ સાત લોકોને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરવા બદલ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવશે.


મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, આ સાતેય લોકોને 14 દિવસ સોલા સિવિલમાં રખાય પછી તમામ લોકો સામે એફઆઈઆર કરાશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી આવતાં તમામ લોકોએ નિયમ મુજબ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આમ નહીં કરનાર દરેક સામે મ્યુનિસિપિલ કોર્પોરેસન પોલીસ ફરિયાદ કરશે. વિદેશથી આવેલી સાત વ્યક્તિને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી હોવા છતાં તેમણે બહાર નિકળવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા છે. હવે તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.