અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જાણકારી આપી હતી કે, ગુજરાતમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વિદેશથી ગુજરાતમાં આવી રહેલા લોકોમાં આ કેસ જોવા મળ્યા છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલે વધુ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, વિદેશથી આવેલા 12 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક કેસ સ્થાનિક વ્યક્તિમાં જોવા મળ્યો છે. માત્ર 36 કલાકમાં જ આ કોરોનાના 13 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 24 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે.

આજે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરામાં શ્રીલંકાથી આવેલી વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી ગુજરાતમાં કોરોનાનો આંક 8 પર પહોંચ્યો હતો. અમદાવાદમાં ત્રણ, વડોદરામાં 3, રાજકોટ અને સુરતમાં કોરોનાનો એક એક કેસ પોઝિટીવ આવ્યો છે, તો અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં જે આઠ કેસ નોંધાયા છે, તે તમામ વિદેશથી આવેલા ગુજરાતીઓ છે. જોકે, હજુ સુધી કોઈ સ્થાનિકને કોરોના પોઝિટિવ આવ્યો નથી. નોંધનીય છે કે, આ પહેલા એક સુરતમાં યુવતી અને એક રાજકોટમાં પુરુષ. પરીક્ષણ દરિયાન બંનેના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા. રાજકોટના દરદીએ જેદ્દાહથી યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમિરાત, સંયુક્ત આરબ અમિરાત)નો પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે સુરતના દરદીએ લંડનનો પ્રવાસ ખેડ્યો હતો, તેમના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.



ભારતમાં પણ કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર શનિવાર સવાર સુધીમાં દેસભરમાં કોરોના વાયરસના કેસનો આંકડો 258 સુઘી પિહોંચી ગયો છે. ગઈ કાલે એક દિવસમાં જ આ આંકડામાં 22નો વધારો ધયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવાર સાંજ સુધી દેશભરમાં કુલ 173 કોરોના વાયરસના કેસનો આંકડો જાહેર કર્યો હતો પરંતુ શુક્રવારે સવારે તે વધીને 195 થઈ ગયો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 6700 લોકોની દેખરેખ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. 23 લોકોને સારવાર બાદ રજા આવી દેવામાં આવી છે. 225 લોકોમાં વિદેશી મૂળ 32 નાગરિક છે.



દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

દેશભરમાં કુલ 20 રાજ્યો અથવા કેન્દ્ર શાશિત પ્રદેશોમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 47 કેસ પોઝિટિવ છે. ત્યાર બાદ કેરળમાં 28, યૂપીમાં 19, હરિયાણામાં 17, દિલ્હીમાં પણ 17, કર્ણાટકમાં 15 અને લદ્દાખમાં 10 કેસ સામે આવ્યા છે. બાકીના કેસ દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. ભારતમાં નોંધાયેલ કુલ કેસમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે સારી વાત એ છે કે 20 વ્યક્તિને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અથવા તેમનામાં સારવાર બાદ લક્ષ્ણો જોવા મળ્યા નથી.