અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) ખતરનાક રીતે વધી રહ્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં રસી

રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 85 હજાર 630 લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 75 હજાર 777 લોકોને અપાયો રસીનો પ્રથમ ડૉઝ, જ્યારે 29 હજાર 886 લોકોને અપાયો રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો છે.

કેમ બે ડોઝ લીધા પછી પણ લાગ્યો ચેપ

કોરોનાથી રક્ષણ મેળવવા લોકો રસી લઇ રહ્યાં છે પણ હવે ચિંતાનો વિષય એ છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધાં પછી ય લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. તબીબોએ એવી દહેશત વ્યક્ત કરી છેકે, કાં તો કોરોનાના નવો સ્ટ્રેન હોય અથવા તો કોરોનાની જનિનમાં બદલાવ થયો હોય. આ કારણોસર બીજે મેડિકલ કોલેજે પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ વાયરોલોજી માં સેમ્પલ મોકલ્યાં છે. આ સેમ્પલના જિનોમ એનાલિસિસ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. શહેરમાં બે ડૉક્ટરો ઉપરાંત અન્ય એક વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા પછી તેઓ કોરોનાના સંક્રમણમાં સપડાયા હતાં. કુલ મળીને ચાર સેમ્પલ પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયાં છે.  દિવાળી પછી કેટલાંક દર્દીઓના સેમ્પલની તપાસ કરતાં એવુ જાણવા મળ્યુ કે, કોરોનાના વાયરસમાં ત્રણ જનિન પૈકી એસ નામના જનિનની ગેરહાજરી જોવા મળી છે. આ દર્દીઓ કોરોના પોઝિટીવ હતાં. આ દર્દીઓના સેમ્પલ પણ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલી અપાયાં છે.  કોરોનાનો નવો સ્ટ્રેન છે કે, કોરોનાના જનિનની સિકવન્સમાં બદલાવ થયો છે કે કેમ તે અંગે અત્યારે કહી શકાય તેમ નથી. જિનોમ એનાલિસિસના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 28,558

119