અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓએ સિક્યુરીટીને ફરજીયાત આઇકાર્ડ બતાવવું પડશે
abpasmita.in | 18 Sep 2016 08:37 PM (IST)
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગમાં પ્રવેશ માટે વિટીઝર પાસ ફરજીયાત લેવાની સાહિ હજુ સુકાઇ નથી તેવામાં વધુ એક વિવાદ કરતો પરિપત્ર મ્યુનિસિપલ કમિશન મુકેશ કુમાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે કોર્પોરેશનમાં આવતા તમામ કર્મચારીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે કે કર્મચારી અને અધિકારીઓએ ફરજીયાત આઇ કાર્ડ સિક્યુરીટીને બતાવનું રહેશે. જે અંગેનો અમલ શુક્રવારથી વિધિવત કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન બિલ્ડીંગના પ્રવેશ દ્વારા પર કમિશનરના હુકમ સાથે આ પ્રકારની પરિપત્ર પણ લગાડી દેવામાં આવ્યો છે. પરંતુ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓએ કમિશનરના આ પરિપત્રથી નારાજ જોવા મળી રહી છે અને કોર્પોરેશનમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. કે કમિશનર દ્વારા પ્રકારનો પરિપત્ર કેમ બહાર પાડવામાં આવ્યો છે.