Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કપલ જાહેર રસ્તા પર વિકૃત અને  અશ્વિલ હરકતો કરતા જોવા મળે છે. જાહેર માર્ગ પર બાઇક પર અશ્વિલ હરકતો કરતા યુવક –યુવતોના આ વીડિયોએ ચકચાર મચાવી છે. ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવતો કિસ્સો અમદાવાદના નિકોલ વિસ્તારનો છે.


વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે યુવતી બાઇકન આગળની સાઇડ બેઠી છે અને યુવક બાઇક ચલાવી રહ્યો છે. બંને ચાલુ બાઇકે જાહેર રસ્તા પર અશ્લિલ હરકતો કરતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા નિકોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી  છે. નિકોલ પોલીસે વિવેક રામવાની નામના યુવકની ધરપકડ કરી છે.  જો કે યુવતી ફરાર છે.



જો કે અહીં  પોલીસના પેટ્રોલિગ સહિત કેટલાક મુદ્દે સવાલ થવા  સ્વાભાવિક છે.  સીસીટીવી નેટવર્કની વાર્તા કરનાર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કેમ નથી પકડાતી આવી હરકતો? શું અમદાવાદ શહેર નામ પૂરતુ સીસીટીવી નેટવર્કથી સજ્જ છે?યુવતીને લઈને ફરતો આ યુવક પોલીસને કેમ ન દેખાયો?જાહેરમાં આવી અશ્લીલતાના વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા લોકો ઘટના અંગે રોષ ઠાલવી રહ્યાં છે.