AHMEDABAD : માધવપુર મેળામાં થયેલ પ્રવચનમાં ભૂલ બદલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભૂલ સ્વીકારી માફી માંગી  છે. આ નાગે એક વિડીયો જાહેર કરીને સી.આર.પાટીલે કહ્યું, “એક કાર્યક્રમ દરમિયાન એક નામ શરતચુકથી બોલાઇ ગયુ હતુ, ઘણા લોકોએ મને ફોન પર માફી માંગવા કહ્યુ હતુ  તેમાં પણ મે માફી માંગી છે. ભગવાન શ્રીકૃષ્ણ કે કોઈ જાતિ પર ટિકા ટિપ્પણી કરી નથી. કોઇ પણ ભુલ હોય તો સ્વીકાર્યું છું અને  પહેલા પણ સ્વીકારી હતી. અનુકુળતાએ દ્વારકા  જઇને મંદિરમાં દર્શન કરીને પણ માફી માંગીશ.” જુઓ તેમણે જાહેર કરેલો આ વિડીયો






ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ માધવપુરમાં સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેઓ  ભૂલથી  રુક્મણિજીના બદલે સુભદ્રાજીનું નામ બોલ્યા હતા અને કહ્યું હતું કે આ જગ્યાએ એટલે કે માધવપુરમાં શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના લગ્ન થયા હતા. જો કે તેમણે આ ભૂલ સ્વીકારી હતી અને માફી પણ માંગી હતી. 


સી.આર.પાટીલે કરેલી ભૂલ બદલ કૃષ્ણભક્તોમાં રોષ ફેલાયો હતો. આ દરમિયાન ઘણા લોકોએ સી.આર.પાટીલને ફોન કરીને માફી માંગવા પણ કહ્યું હતું. આ અંગે વાયરલ થયેલી એક ફોનકોલ રેકોર્ડની ઓડિયો ક્લિપમાં સી.આર.પાટીલ અને એક યુવક વચ્ચે થયેલી વાતચીતમાં પણ સી.આર. પાટીલે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ દ્વારકા આવીને ભગવાનના દર્શન કરીને ત્યાં પણ માફી માંગશે. 


PM મોદીએ મચ્છુ ડેમની દુર્ઘટના યાદ કરી
આજે હનુમાન જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું.  પીએમ મોદીએ  કહ્યું કે, આજે મોરબીમાં કેશવાનંદ બાપુની તપોભૂમિમાં બધાના દર્શન કરવાની તક મળી છે. સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતાની ધરતી છે. આ ભૂમિ ગુજરાતની આગવી ઓળખ છે. મારા માટે પોખરા હનુમાન ધામ ઘર જેવુ છે. પીએમ મોદીએ યાદ કરતાં કહ્યું કે, પોખરા હનુમાન ધામ સાથે મારો નાતો કર્મનો અને પ્રેરણાનો રહ્યો છે. જ્યારે પણ મોરબી આવવાનું થતું ત્યારે હનુમાન ધામ જતો હતો. પૂજ્ય બાપુ પાસે સમય વિતાવતો. જ્યારે મચ્છુ ડેમની દુર્ઘટના ઘટી ત્યારે આ હનુમાન ધામ પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ત્યારે બાપુ સાથે મારો નાતો વધુ ઘનિષ્ઠ થયો હતો. ચારેતરફથી લોકો સેવાના કામ માટે આવતા, ત્યારે આ ધામ સેવાનુ મથક બન્યું.