અમદાવાદના સિંધુભવન રોડ પર ક્રેટા કારે સાઈકલને મારી ટક્કર, અકસ્માતમાં બે બાળકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Dec 2020 10:23 PM (IST)
અમદાવાદના સિંધુભવન રોડ પર ક્રેટા કાર ચાલકે સાઈકલ પર જતા પરિવારને અડફેટે લેતાં બે નાના બાળકોના મોત થયા છે.
અમદાવાદ : અમદાવાદના સિંધુભવન રોડ પર ક્રેટા કાર ચાલકે સાઈકલ પર જતા પરિવારને અડફેટે લેતાં બે નાના બાળકોના મોત થયા છે. જ્યારે પતિ-પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે આ બનાવ અંગે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પરિવાર પેન્ડલ સાઇકલમાં પત્ની અને બાળકોને બેસાડી સિન્ધુભવન રોડ પરથી પસાર થતો હતો ત્યારે ક્રેટા કારચાલકે સાઇકલ ચાલકને ટક્કર મારી હતી. ટક્કર લાગતા પતિ-પત્ની નીચે પટકાયા હતા અને બાળકોને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ કારચાલક ઉભો રહી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતા કારમાં પતિ-પત્નીને ખાનગી હોસ્પિટલમાં અને બાળકોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બંને બાળકોને ડોકટરે મૃત જાહેર કર્યા અને ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઇ બનાવવા અંગેના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં સમગ્ર ઘટના જોવા મળી બાદમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.