અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં થોડો ઘટાડો થયો છે. કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા એક પણ વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. સતત ત્રીજા દિવસે એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં હવે 44 સ્થળો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ છે. જૂના સમાવિષ્ટ 11 સ્થળોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. સતત ત્રીજા દિવસે શહેરમાં એક પણ નવા વિસ્તારનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ નથી કરાયો. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કોરોના દર્દીઓની સાથે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના નવા 221 કેસ નોંધાયા છે. આજે 214 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના સંક્રમણના કારણે આજે અમદાવાદમાં 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1075 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4220 પર પહોંચ્યો છે.