અમદાવાદ: SIS ગોલ્ડ લૂંટ કેસ માં એબીપી અસ્મિતા પર મોટ્ટો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 14 કિલો સોનાની લૂંટ કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ગોલ્ડ કેસ માં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન શનિવારે સવારના છ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ચાલ્યું હતું.

આ કેસમાં ક્રાઈમ બ્રાંચે સગા ભાઈ-બહેનની ધરપકડ કરી છે. સાગર ભાગચંદાની અને તેની બહેને આ લૂંટને અંજામ આપ્યો હતો. તેમની પાસેથી ક્રાઈમ બ્રાંચે આરોપી ભાઈ-બહેન પાસેથી 13 કિલ્લો સોનુ કબ્જે કરાયું છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરના ઈંદ્રપ્રસ્થ ફ્લેટના બી બ્લોકમાંથી ધરપકડ કરવામાં આવી છે.

તપાસ કરતા જાણવા મળ્યું છે કે બંને ભાઈ-બહેન પર દેવું વધી જતા તેમણે આ પ્લાન બનાવ્યો હતો. બન્ને ને પોતાના મોજશોખ પુરા કરવા માટે દેણું કર્યું હતું. લૂંટને અંજામ આપતા પહેલા ભાઈ બહેને જગ્યાની બે દિવસ સુધી રેકી કરી હતી.

આ દરમિયાન લૂંટમાં ઉપયોગ લેવાયેલ હોન્ડા બાઇક પણ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યું છે.

આરોપી ભાઈ-બહેનના પિતા ઓટોકન્સલ્ટીના વ્યવસાયમાં સંકળાયેલા છે. આરોપી ભાઈ બહેનની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે.