અમદાવાદના સીટીએમ પાસેથી 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 1 કરોડ 1 લાખ 44 હજારની કિંમતનો જથ્થો ઝડપાયો હતો. સરફરાઝ તેજાવાલા નામનો મુખ્ય આરોપી પણ પકડાયો છે. એક પોલીસ કર્મી સહિત 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.


અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સૌથી મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે એક કરોડની કિંમતનો એમડી ડ્રગ્સના મોટા જથ્થાને ઝડપી પાડ્યો હતો. આ પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરીમાં ફિરોઝ નામનો પોલીસ કર્મચારી પણ સામેલ હોવાનું સામે આવતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસે બાતમી મળી હતી કે, અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બાતમીના આધારે સીટીએમ પાસેથી ચાર શખ્સોની ડ્રગ્સ સાથે અટકાયત કરી હતી. ત્યારે બીજી તરફ આ ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાનું હતુ અને ક્યાંથી લાવવામાં આવ્યુ હતુ. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એક પોલીસ કર્મી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની મદદથી ડ્રગ્સ અમદાવાદમાં લાવતાં હતાં. ક્રાઈમ બ્રાંચે 5 લોકોની ધરપકડ કરીને પૂછપરછ શરી કરી હતી.