અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં રહેતા યુવકની પ્રેમિકાએ વહેલી સવારે કરેલા મેસજ પત્નિએ વાંચી લેતાં પતિની લફરાબાજીનો ભાંડો ફૂટી ગયો હતો. પત્નિએ ફોન ચેક કરતાં પતિ અને પ્રેમિકાના મેસેજ અને પ્રેમાલાપના કોલ રેકોડિંગ પણ મળી આવ્યા હતા.
પત્નિએ પતિને જગાડીને મેસેજ કરનારી યુવતી અંગે પૂછતાં ઉશ્કેરાઇને યુવકે પત્નિને મારઝૂડ કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે આ બનાવ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, પ્રાઇવેટ આઇ.ટી. કંપનીમા નોકરી કરતી યુવતી તેના પતિ સાથે સાબરમતી વિસ્તારમાં ડિ-કેબિન પાસે રહે છે. આ યુવતીના પતિને બીજી યુવતી સાથે લફરૂં હતું. શુક્રવારે સવારે 4 વાગે પતિના મોબાઇલ પર ઉપરા છાપરી મેસેજ આવતાં પત્નિએ ચેક કરતાં એક યુવતીના મેસેજ હોવાનું જાણવા મળ્યું હતું. પત્નિએ ફોન ચેક કરતાં મોબાઇલમાંથી મેસેજ કરનારી યુવતી અને પતિ વચ્ચેની પ્રેમાલાપની વાતચીતનું રેકોડિંગ પણ મળી આવ્યું હતું.
યુવતીએ પતિને જગાડીને યુવતી સાથેના સબંધ બાબતે પૂછતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો. યુવતીને ફટકારીને ગાળો બોલીને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. યુવતીએ તુંરત પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કર્યો હતો અને માતા-પિતાને પણ જાણ કરીને સાબરમતી પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ પ્રેમિકાએ વહેલી સવારે 4 વાગ્યે શું કર્યું કે પ્રેમીની પત્નિને લફરાની જાણ થઈ ગઈ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2020 07:08 AM (IST)
સાબરમતી વિસ્તારમાં રહેતા યુવકની પ્રેમિકાએ વહેલી સવારે કરેલા મેસજ પત્નિએ વાંચી લેતાં પતિની લફરાબાજીનો ભાંડો ફૂટી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -