અમદાવાદ: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં પહેલી વખત જનસભાને સંબોધિત કરવા જઈ રહી છે. આ જનસભા 12 માર્ચે કોંગ્રેસની કાર્ય સમિતિ (CWC)ની અમદાવાદમાં થનાર બેઠક બાદ યોજાશે. ગુજરાત કોંગ્રેસે આ જનસભાને ઐતિહાસિક ગણાવીને પુરી તમામ તાકાત લગાવી દીધી છે. પ્રિયંકાની સાથે આ જનસભાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરશે.




પુલવામા હુમલાના બદલો લેવા પાક અધિકૃત કાશ્મીરમાં એરફોર્સે એર સ્ટ્રાઈક કરી હતી. દેશની તત્કાલન સ્થિતિને પગલે સરહદી રાજ્ય ગુજરાતમાં 28 ફેબ્રુઆરીએ યોજાનારી CWC મુલત્વી રાખવામાં આવી હતી. સ્થિતિ સામાન્ય થતાં કોંગ્રેસ આ બેઠક અમદાવાદમાં 12 માર્ચે યોજશે. અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે આ બેઠક યોજાશે. અમદાવાદમાં મીટિંગને લઈને અમિત ચાવડા અને પરેશ ધાનાણીને દિલ્હી પહોંચ્યા હતાં. જ્યાં કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સાથે બેઠક પણ કરી હતી.



ગત વખત CWCની ગુજરાતમાં 1961માં બેઠક થઈ હતી. પાર્ટીના રાજ્ય એકમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી રાજ્યમાં બેઠક કરવાનો આગ્રહ કર્યો હતો, જેને તેમણે સ્વીકાર કર્યો છે. દેશ મહાત્મા ગાંધીની 150મી જ્યંતી વર્ષ અને ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવાની ખુશી મનાવી રહ્યો છે. એવામાં ગાંધી અને સરદાર પટેલની ભૂમિથી કોંગ્રેસ તેમના સિદ્ધાંતોને લઈને આખા દેશમાં સંદેશ આપવા માંગે છે.