Cyclone Biparjoy: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે. બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે સમીક્ષા કરશે ગૃહમંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભુજમાં હાજર રહેશે. સંભવિત કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાથે હવાઈ નિરીક્ષણ કરી નુકશાનીનો તાગ મેળવશે.


 



રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી જાહેરાત


બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે. બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે.









વાવાઝોડામાં સમગ્ર રાજ્યમાં પોલીસકર્મીઓની ખૂબ જ સરાહનીય કામગીરી


રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પોલીસકર્મીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસકર્મીઓએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ખૂબ જ સરસ કામગીરી કરી છે. પોલીસકર્મીઓ અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ થયા તેને જાતે જ કામ કરી રસ્તાઓને ફરી ચાલુ કરાવ્યા છે. પોલીસકર્મીઓની આ ખૂબ જ સરસ કામગીરીની તસવીરો પણ સામે આવી છે.


હળવદ પોલીસની કામગીરી


હળવદ-મોરબી હાઈવે પર શિરોઈ ગામ પાસે વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો બંધ થયો હતો. રસ્તો બંધ હોવાની જાણ હળવદ પોલીસ સ્ટાફને થતા તેમણે રસ્તા પરથી વૃક્ષને હટાવી  રસ્તો ફરી ચાલુ કરાવ્યો હતો. હળવદ પોલીસની આ તસવીર વાયરલ થઈ છે.