તૌક્તે વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદ રિવરફ્રન્ટના રસ્તે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્રણથી ચાર જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે. અમદાવાદમાં હવે વાવાઝોડું નજીક આવી રહ્યું છે. સવારથી અત્યાર સુધી ૨૮ જેટલા વૃક્ષ અમદાવાદમાં ધરાશાયી થઈ ગયા છે. વાવાઝોડાની અસર અમદાવાદમાં વધી રહી છે.
અમદાવાદ શહેરના ખોખરા વોર્ડમાં બાલ્કનીનો કેટલોક ભાગ તૂટ્યો છે. ક્રિષ્ના ફ્લેટના ત્રીજા માળનો બાલ્કનીનો ભાગ તૂટ્યો છે. કોઈ જાનહાની નથી થઈ. ફ્લેટ અંદાજે 40 વર્ષ જુના છે. કોમર્સ કોલેજ રોડ ઉપર રસ્તા વચ્ચે ભારે પવનના કારણે વૃક્ષ તૂટ્યું છે. રસ્તા પર તૂટેલી ડાળ પડવાના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
રાજયમાં વાવઝોડાની અસરના પગલે અમદાવાદ જિલ્લા અને શહેરમાં પણ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે.
અમરેલીના સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ, ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?
૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,
૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.