ગુજરાત માટે 24 કલાક બહુ ભારે, જાણો ક્યા વિસ્તારો પર છે મોટો ખતરો ? 


અમદાવાદઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાની અમદાવાદમાં પણ અસર જોવા મળી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 61 ઝાડ ધરાશાયી થયા છે. એટલું જ નહીં અમદાવાદમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 


આજે અમદાવાદમાં પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. ​​​​​​હાલમાં વાવઝોડું બોટાદ જિલ્લામાં આ પછી સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં બપોર બાદ અસર થશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે


વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.


આજે મહેસાણા જિલ્લામાં વાવાઝોડું ત્રાટકશે. મંગળવારે રાતે 9 વાગ્યાથી બુધવારે બપોરે 12 વાગ્યા દરમિયાન વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાની અસર બેચરાજી, જોટાણા અને કડી પંથકમાં વધુ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છએ. મહેસાણા જિલ્લામાં સોમવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. 



વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશે તે પહેલા સેટેલાઇમાં તેની એક ઇમેજ બહાર આવી હતી. જેમાં વાવાઝોડાની 35 કિ.મી.નો ઘેરાવો ધરાવતી આંખ દર્શાવાઇ હતી. આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે ત્યારે 35 કિ.મીના ઘેરાવમાં તબાહી નોતરશે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં તબાહી મચાવી શકે છે. 


વાવાઝોડાની અસર ગુજરાતના દરિયામાં જોવા મળી રહી છે. વલસાડથી લઈને વેરાવળ અનને જામનગરથી લઈને કચ્છ સુધી દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાને પગલે ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. 


સૌથી પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો અમરેલી, ધારી, ખાંભા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજુ આગળ વધશે. આજે સાંજ સુધીમાં ચક્રવાત આપણા રાજ્યમાંથી પસાર થશે. હજી આવતી કાલે સાંજ સુધી સાવચેતી રાખવાની છે.