Arvind Kejriwal Gujarat Visit LIVE: અરવિંદ કેજરીવાલ શનિવારે સુરત જશે, આ જગ્યાએ મહાઆરતીમાં લેશે ભાગ

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે.  પોરબંદરના એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા હતા.

gujarati.abplive.com Last Updated: 02 Sep 2022 06:57 PM
આવતીકાલે કેજરીવાલ સુરત જશે

અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતની મુલાકાત લેશે. સુરતના સીમાડા ખાતે આવેલ “આપ”ના રાજાની મહા આરતી કરશે. આ જ ગણપતિ મંડપ પાસે આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો હતો.

દ્વારકામાં કેજરીવાલના પ્રહાર

કેજરીવાલે દ્વારકામાં ભગવાન કૃષ્ણને યાદ કર્યો. તેમણે કહ્યું કૃષ્ણ અને બલરામનાં આપણી ઉપર આશીર્વાદ રહેશે. મને ગુજરાતમાં ખુબ પ્રેમ મળે છે.
તેમણે હાજર જનમેદનીનો આભાર માન્યો. મને રાજનીતિ નથી આવડતી, મારે દેશને નંબર 1 બનાવવો છે. સ્કૂલ, રોજગાર, રસ્તાઓ, હોસ્પિટલ બનાવવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા છે. આમ આદમી ખોટા વાયદા નથી કરતી કેજર વાલ જે કહે તે કરે છે.


અમારી ગેરંટી 5 વર્ષની છે. કામ ન થાય તો આવતી વખતે મત ન આપતા. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રોજગારી ભાથું આપશું. દસ લાખ સરકારી નોકરીની વાત પણ કરી. 1 વર્ષમાં તમામ ભરતી પૂરી કરીશું. દરેક પેપર ફૂટવાની તપાસ બાદ આરોપીઓને જેલમાં નાખીશું.

અરવિંદ કેજીરીવાલે ખેડૂતોને ગેરેન્ટી આપી

બ્રેકગ્રાઉન્ડ

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે.  પોરબંદરના એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા હતા. આજે કેજરીવાલ દ્વારકા ખાતે ખેડૂતોને ગેરેન્ટી આપશે. આ ઉપરાંત માછીમારો સાથે તેઓ મુલાકાત કરશે. તેણે આરોપ લગાવ્યો કે, ખેડૂતો દેવામાં દબાયા છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા. પોરબંદરના એરપોર્ટની તમામ ફ્લાઈટ બંધના મુદ્દે  કેજરીવાલે કહ્યું ડબલ એન્જીનવાળી વાળી સરકારમાં બધું બંધ, અમારી સરકાર આવશે તો બધા એન્જીન ચાલુ થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.