શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9 દુકાનોની છત તૂટી પડતાં 12 લોકોના મોત થયાં છે. અને 10 લોકો સારવાર હેઠળ છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યાં વિકરાળ આગ ફાટી નીકળતી તો આસપાસના નવ ગોડાઉનની છત અને દિવાલો ધરાશયી થઈ હતી.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને GPCBના ચેરમેન સંજીવ કુમારને જવાબદારી સોંપી છે. તો મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગૂમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.