DGCIએ ઝાયડસ કેડિલાને કોરોનાની રસી માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી આપી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2020 06:04 PM (IST)
ઝાયડસ કેડીલાને કોરોના વેક્સીન માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ: ઝાયડસ કેડીલાને કોરોના વેક્સીન માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ઝાયડસ કેડીલાની ટ્રાયલના ફેઝ-2માં રસી અપાયા બાદ 95 ટકા લોકો કોરોના મુક્ત થયા હતા. હવે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે તે ક્લિનિકલ ટ્રાયલમાં એની બાયોલોજિકલ થેરપી પેગિલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-2બી - પેગિહેપTMનું કોવિડ-19ના દર્દીઓ પર ટૂંક સમયમાં પરીક્ષણ શરૂ કરશે. પ્રારંભિક તબક્કે દેશનાં 20-25 કેન્દ્ર પર 250 લોકો પર આ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે પેગિલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-2બીના બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કોરોનાના 95% દર્દીઓ સાજા થઇ ગયા હતા. કંપનીએ જણાવ્યું હતું કે રસી અપાયાના 7 દિવસની અંદર જ આવા દર્દીઓમાં રિકવરી જોવા મળી હતી અને જયારે 14મા દિવસે તેમનો RT-PCR નેગેટિવ આવ્યો હતો.