Gujarat News: ગુજરાત કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થીવરાજ કઠવાડીયાનો દાવો કર્યો કે, ગુજરાત રાજ્યમાં નાંધાયેલા બળાત્કાર અને સામુહિક બળાત્કારના આંકડામાં મોટી વિસંગતતા છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2020 અને 2021માં બાળાત્કારની 3796 ઘટના બની. જ્યારે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં બે વર્ષમાં બળાત્કારની 1075 ઘટના બની. વિધાનસભામાં રજુ થયેલા આકડા મુજબ રાજ્યમાં સામુહિક બળાત્કારની 61 ઘટના બની, જ્યારે લોકસભામાં રજુ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સમુહિક બળાત્કારની 35 ઘટનાઓ બની. બળાત્કારની ઘટનામાં 2721 નો અને સામુહિક બળાત્કારમાં 26 ઘટનાનો તફાવત છે.


જે એન્જીનના આંકડા ખોટા હોય તે નૈતિકતાના ધોરણે માફી માગી રાજીનામું આપે

રાજ્યના ગૃહ વિભાગ અને દેશના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભા અને લોકસભામાં રજુ કરાયેલા આકડામાં તફાવત છે. લોકસભા અને વિધાનસભામાં પૂછેલા પ્રશ્નોના અલગ અલગ જવાબ છે. બેટી બચાવો બેટી પઢાવોના નામે સાચા આંકડા દેશના ગૃહ મંત્રી છુપાવી રહ્યા છે. કેન્દ્રના ગૃહમંત્રીએ લોકસભામાં ખોટો જવાબ આપ્યો અને જો ખોટો જવાબ ન હોય તો જાહેર કરે કે રાજ્યના ગૃહ મંત્રીનો જવાબ ખોટો છે. ડબલ એન્જીન સરકાર જાહેર કરે કે કયા એન્જીનના આંકડા સાચા, જે એન્જીનના આંકડા ખોટા હોય તે નૈતિકતાના ધોરણે માફી માગી રાજીનામું આપે.


રાજ્યમાં દૈનિક 5 કરતા વધુ બળાત્કારના કેસ નોંધાય છે


કોંગ્રેસના ધારાસભ્યએ 10 માર્ચ, 2022ના રોજ વિધાનસભામાં પૂછેલા પ્રશ્ન મુજબ, રાજ્યમાં બે વર્ષમાં 3796 બળાત્કાર અને 61 સામુહિક બળાત્કારના બનાવો નોંધાયા હતા. આ કેસોમાં 203 આરોપીઓને પકડવાના બાકી હતી. રાજ્યમાં દૈનિક 5 કરતા વધુ બળાત્કારના કેસ નોંધાય છે. સૌથી વધુ 729 કેસ અમદાવાદમાં અને ત્યારબાદ 508 કેસ સુરત જિલ્લામાં નોંધાયા.


મોદી કેબિનેટે ગ્રીન હાઈડ્રોડન મિશનને આપી મંજૂરી


PM મોદીના નેતૃત્વમાં બુધવાર (4 જાન્યુઆરી)ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.