અમદાવાદના પાંચ અનુભવી પ્રોફેશનલ, કૃણાલ મહેતા (વેલ્થ મેનેજમેન્ટ એક્સપર્ટ), હર્ષ મહેતા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), વીરલ શાહ (પીએચડી ફાયનાન્સ અને ઇન્ક્યુબેસન એક્સપર્ટ), કેદાર દવે (બેન્કિંગ અને નાણાકીય સલાહકાર) અને લોકેશ શાહ (કંપની સેક્રેટરી) એ ગુજરાતમાં તેના પ્રકારની પ્રથમ ડિજિટલ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમની શરૂઆત કરી. શુરૂ-અપ (SHURU-UP)એ ડિજિટલ ઇકોસિસ્ટમ છે જે સ્ટાર્ટ-અપ્ અને રોકાણકારો માટે ભંડોળ ઉભું કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે અને બજારમાં રોકાણકારો માટે પ્રાઈમરી અને સેકન્ડરી રોકાણની તકો પૂરી પાડે છે.


વર્તમાન પરિસ્થિતિમાં, રોકાણકારોને ઘણા નિયંત્રણોનો સામનો કરવો પડે છે, જેમ કે મોટા-ટિકિટના કદ, પારદર્શિતાનો અભાવ, અપૂરતું નિયંત્રણ, રોકાણ પછીની કોઈ પણ પ્રકારની ભાગીદારી તથા અપડેટ્સ અને યોગ્ય સમયે યોગ્ય રીતે બહાર નીકળવાની તકો. શુરૂ-અપ (SHURU-UP) બજારમાં રોકાણકારો દ્વારા સામનો કરવામાં આવતી આ અને અન્ય ઘણી સમસ્યાઓના ઉકેલ માટે આદર્શ પ્લેટફોર્મ લાવ્યું છે. ખૂબ જ નાની રકમના ભંડોળને પણ સ્ટાર્ટ-અપમાં રોકણ કારવાની પ્રક્રિયા ને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવી છે. રોકાણકારો MIS સાથે રોકાણ પછી નિયમિત અપડેટ મેળવે છે. રોકાણકારોને સ્ટ્રક્ચર્ડ ડીલ અને સરળ રીતે બહાર નીકળવાની તકો આપવામાં આવી રહી છે. તે ઉપરાંત, દરેક સ્ટાર્ટ-અપ્ માટેના અનોખા સેકન્ડરી માર્કેટ સાથે, એક્ઝિટ અને સેકન્ડરી માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટે શ્રેષ્ઠ ડીલ પ્રદાન કરાય છે.


આજની તારીખમાં, પાંચ સ્ટાર્ટ-અપ્સે શુરૂ-અપ પોર્ટલ દ્વારા ભંડોળ એકત્ર કર્યું છે, જેમાં કુલ 4.5 કરોડથી વધુ રકમ છે. રોકાણના છ મહિનામાં શુરૂ-અપ એ 2.5x વળતર જનરેટ કર્યું છે.
શુરૂ-અપ ટીમ કહે છે, '' શુરુ-અપ પ્લેટફોર્મ દ્વારા, ભારતભરના રોકાણકારોએ વિવિધ પ્રકારના સ્ટાર્ટ-અપ્ માં રોકાણ કર્યું છે. અમે સ્ટાર્ટ-અપને તમામ પ્રકારની સહાય પૂરી પાડીએ છીએ, જેમ કે કાયદાકીય અને નાણાકીય. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઇન્ડિયા જેવી ઘણી નોંધપાત્ર પહેલ હાથ ધરી છે. ભારતમાં મોટી સંભાવનાઓ છે, પરંતુ ઘણા સ્ટાર્ટ-અપ્ નાણાકીય મર્યાદાઓને કારણે આગળ વધી શકતા નથી. અમે સ્ટાર્ટ-અપને તેના યોગ્ય રોકાણકારોને મળવા અને ભંડોળ એકત્ર કરવામાં મદદ કરીને સરકાર દ્વારા શરૂ કરાયેલી પહેલોમાં અમારું નોંધપાત્ર યોગદાન પ્રદાન કરવાની ઇચ્છા રાખીએ છીએ. અમારું વિઝન સંપૂર્ણપણે ડિજિટલ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. જે નવા આવનારા સ્થાપકોને બિઝનેસ શરૂ કરવાની સરળ અને ઝડપી રીત પુરી પાડે છે. અમે એવુ પ્લેટફોર્મ બનાવ્યું છે જે સ્ટાર્ટ-અપ્ માં રોકાણ કરતા પહેલા જરૂરી તમામ માહિતીની ઝડપી ઍક્સેસ અને તે સ્ટાર્ટ-અપ માં રોકાણ કરવા ઇચ્છતા દરેક માટે સુલભતા પ્રદાન કરે છે. અર્થવ્યવસ્થામાં તેજી સાથે, સ્ટાર્ટ-અપ રોકાણ પર વધુને વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આ વૃદ્ધિમાં ભાગીદાર બને.''