અમદાવાદ: શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ નવા વાસનું જર્જરિત મકાન ધરશાયી થયું છે. ઘટનામાં ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢાવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરની નવ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બપોરના બે વાગે મકાન ધરાશાયી થયું હતું. તમામ ઘાયલ લોકોને અસારવા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. 


જો ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાથી એક વ્યક્તિ બેભાન અવસ્થામાં હતો. ત્રણેયને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ ધર્મેશ પઢીયાર છે અને તેમની ઉંમર 34 વર્ષની હતી. ત્રણમાંથી એક મહિલા અને બે પુરુષ  છે. મહિલાનું નામ નીલાબેન જ્યારે એક એક પુરુષનું નામ રાહુલભાઈ સામે આવ્યું છે.


કોટ વિસ્તારમાં જર્જરિત મકાનની યાદી


વોર્ડ                     જર્જરિત મકાન
ખાડીયા 2                  132
ખાડીયા 1                    48
જમાલપુર                    10
શાહીબાગ                   09
શાહપુર                       04
દરિયાપુર                     84
કુલ                           287


સામાન્ય વરસાદે ખોલી AMC ની પોલ, આ ગરનાળું કરાયું બંધ


બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં સામાન્ય વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાંખી છે. ચાંદલોડિયાથી શાયોના સિટી તરફ જવાનું ગરનાળું બંધ કરાયું છે. પ્રશાસન દ્વારા પાણી કાઢવા વોટર ફાઇટર મુકવામાં આવ્યા છે. અંડરપાસ કોર્ડન કરી બંધ કરાયો છે.


અમદાવાદમાં યલો એલર્ટ


બિપરજોય વાવાઝોડાની અસરથી ગુજરાતભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘતાંડવ જામ્યુ છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25 કિમીથી વધુની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. વરસાદને લઇને શહેરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદી વાવાવરણને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 7 ડિગ્રી ઘટીને 31.9 નોંધાયું છે.