અમદાવાદઃ રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. અમદાવાદમાં ભલાઈ કરવા જતાં મહિલાની આબરુ લુંટાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આ છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.


જે મુજબ, પૂર્વ અમદાવાદમાં રહેતી એક મહિલાના છૂટાછેડા થયેલા છે. લગ્નજીવન દરમિયાન તે બે સંતાનોની માતા બની હતી. કારમી મોંઘવરીમાં તે ગમે તેમ કરીને સંતાનોને ઉછેરતી હતી. સાથીની તલાશમાં કોઈ સંબંધીએ તેમની મુલાકાત રામોલમાં રહેતાં એક દંપતી સાથે કરાવી હતી. દંપતીએ પોતાની પાડોશમાં રહેતાં એક યુવક સાથે લગ્ન કરવાની વાત મહિલાને જણાવી વિશ્વાસમાં લીધી હતી.


જો કે આ દરમિયાન દંપતીમાંથી પત્ની બીમાર થઈ ગઈ હતી. અને પત્નીએ મહિલાને પોતાની સેવા કરવા માટે ઘરે રોકાઈ જવા માટે કહ્યું હતું. આધેડ દંપતી હોવાથી મહિલા સરળતાથી તેમના પર વિશ્વાસ કરી લીધો. અને તે રામોલમાં દંપતીના ઘરે જ રહેવા લાગી હતી. અને ત્યાં જ ઘરમાં રોકાઈને આધેડના પત્નીની સેવાચાકરી કરી ઘરનું કામ કાજ કરતી હતી. કામ કરીને થાકીને તે ઘરના એક ખૂણામાં સૂઈ ગઈ હતી. પત્ની પણ સૂઈ જતાં આધેડ મહિલા સાથે આવીને બાજુમાં સૂઈ ગયો હતો. એકાએક આધેડ પોતાની બાજુમાં સૂઈ જતાં મહિલા ડરી ગઈ હતી. પણ આધેડે તેને પકડી તેને નિવર્સ્ત્ર કરી દીધી હતી. અને તારી બાળકીને પણ આ રીતે કરીશ તેવી ધમકી આપી મહિલાને તાબે કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.


જે બાદ મહિલા બીજા જ દિવસે દંપતીની ચુંગાલમાંથી છૂટીને બાળકીને લઈ નીકળી ગઈ હતી. અને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. એક આધેડ વયના વ્યક્તિએ લાચાર અને જીવનસાથી શોધતી મહિલા પર શારીરિક સુખ માણવાની ઘટના સભ્ય સમાજને કલંકિત કરે છે. ભલાઈનો જમાનો જ નથી રહ્યો એ યુક્તિને આ કિસ્સો સાર્થક કરે છે.


Gujarat Lockdown Update: રાજ્યમાં લોકડાઉન લગાવાશે કે નહીં ? CM રૂપાણીએ કહી આ મોટી વાત


 અમદાવાદમાં કોને કોને સુપર સ્પ્રેડર ગણીને ફરજિયાત કરાયા ટેસ્ટ ? 


અમદાવાદ કરતાં સુરતમાં છેલ્લા ચાર જ દિવસમાં કેટલા વધારે નોંધાયા કેસ? આંકડા જાણીને ચોંકી જશો