અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી દૈનિક 3થી વધુના મૃત્યુ થયા હોય તેવું 13 જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.


ખાસ કરીને સુરતની સ્થિતિ વધારે ચિંતાજનક  છે. સુરતમાં કેસ વધવા પાછળ ચૂંટણીના રાજકીય મેળાવડાઓ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ચૂંટણીમાં પાલિકા તંત્રએ પણ કોઇપણ પ્રકારની ગંભીરતા દાખવી નહીં અને યુકે સ્ટ્રેન શહેરભરમાં ફેલાઇ ગયો ત્યાર પછી પાલિકા હરકતમાં આવી છે અને તેને અંકુશમાં લેવા પાબંદીઓ લગાવવામાં આવી છે. 


એક અઠવાડિયામાં સુરત-અમદાવાદમાં કેટલા નોંધાયા કેસ


શુક્રવાર,  19 માર્ચે 349,  ગુરુવાર, તા. 18 માર્ચે 324,  બુધવાર, 17 માર્ચે સુરત કોર્પોરેશનમાં 315, 16 માર્ચ મંગળવારે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે  188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા. સાત દિવસમાં સુરતમાં 1577 કેસ નોંધાયા હતા


અમદાવાદ કોર્પોરેશનમાં શુક્રવાર, 19 માર્ચે 335, ગુરુવાર 18 માર્ચે 298, બુધવાર, 17 માર્ચે 264 કેસ, 16 માર્ચ મંગળવારે અમદાવાદ કોર્પોરેશનમાં 241 કેસ, સોમવાર, 15 માર્ચે 205 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 163 કેસ, શનિવાર 13 માર્ચે 185 કેસ નોંધાયા હતા.


છેલ્લા ચાર દિવસમાં સુરતમાં રેકોર્ડ બ્રેક કેસ


છેલ્લા ચાર જ દિવસમાં સુરતમાં 1252 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા ચાર દિવસમાં 1138 કેસ નોંધાયા છે. અમદાવાદ કરતાં સુરતમાં છેલ્લા ચાર દિવસમાં 114 વધારે કેસ નોંધાયા છે.


Coronavirus New Strain:  કોરોનાના નવા સ્ટ્રેઈનથી તાવ-ખાંસી-માથાના દુખાવાની નહીં પણ આ તકલીફની કરી દર્દીઓએ ફરિયાદ, જાણો ચોંકાવનારી વિગત


Ahmedabad Lockdown Update: અમદાવાદમાં લોકડાઉન લાદવામાં આવશે? AMCએ શું કરી સ્પષ્ટતા