Ahmedabad Plane Crash: 12 જૂને બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 275 લોકો મોતને ભેટ્યા હતા. આ ભયંકર દુર્ઘટનામાં લોકો વિકરાળ આગમાં જીવતા બળ્યાં હતા. જેના કારણે મૃતદેહની ઓળખ મુશ્કેલી બની હતી. જેથી રાજકોટ અગ્નિકાંડની ઘટનાની જેમ આ ઘટનામાં પણ મૃતકના પરિવારના સેમ્પલ લઇને DNA મેચ કરવાની પ્રક્રિયા 12 જૂને હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તમામ બળી ગયેલા 260 મૃતદેહની  ઓળખ કરાઇ હતી. આજે આ ઘટનાને કુલ 17 દિવસ થયા છે. 17 દિવસ બાદ આખરે તમામ મૃતદેહની ઓળખ થઇ ગઇ છે. તેથી ડીએનએ મેચની કામગીરી અહીં સમાપ્ત થયાની હોસ્પિટલે જાહેરાત કરી છે. ઉલ્લેખિય છે કે, 17 દિવસ બાદ આખરે તમામ 260 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. ભુજના મુસાફર અનિલ ખીમાણીના DNA સૌથી છેલ્લે મેચ થયા છે. ઉલ્લેખનિય છે કે આ પ્લેનમાં 242 પ્રવાસી પ્રવાસ કરી રહ્યાં હતા. જેમાં માત્ર 11 A નંબરની ઇમર્જન્સી એક્સિટ પાસે બેઠેલા રમેશ વિશ્વાસનો બચાવ થયો હતો બાકી 241 પ્રવાસી જીવતા બળી ગયા હતા. જેથી તેની ઓળખ મુશ્કેલી બની હતી. ડીએનએ મેચ પણ મેડિકલ સ્ટાફ માટે એક પડકાર સમાન હતા. આજે 17 દિવસ બાદ તમામ મૃતકોની ઓળખની કામ પૂર્ણ થયું છે.

12  જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના બ્લેક બોક્સનો ડેટા મળી આવ્યો બાદ  ગુરુવારે એક સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે. મેમરી મોડ્યુલની ઍક્સેસ પણ મેળવી લેવામાં આવી છે.

હવે તપાસ એજન્સી બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરશે. આનાથી અકસ્માતના કારણો બહાર આવશે. અગાઉ 24  જૂને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું હતું કે બ્લેક બોક્સ તપાસ માટે વિદેશ મોકલવામાં આવી રહ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) તેની તપાસ કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, ક્રેશ થયેલા વિમાનમાંથી બે બ્લેક બોક્સ (CVR અને DFDR) સેટ મળી આવ્યા છે. આમાં અકસ્માત સમયે પાઇલટ્સની વાતચીત અને વિમાનની ટેકનિકલ માહિતી રેકોર્ડ થાય છે.  પહેલો સેટ 1૩ જૂને અને બીજો 16 જૂને મળી આવ્યો હતો.

બ્લેક બોક્સ એ વિમાનમાં સ્થાપિત એક નાનું ઉપકરણ છે.તે ઉડાન દરમિયાન વિમાનની ટેકનિકલ અને અવાજ સંબંધિત માહિતી રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સ બે મુખ્ય રેકોર્ડરથી બનેલું છે. કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) પાઇલટ્સની વાતચીત રેકોર્ડ કરે છે. તે જ સમયે, ફ્લાઇટ ડેટા રિકવરી (FDR) વિમાનની ટેકનિકલ માહિતી જેમ કે ગતિ, ઊંચાઈ, એન્જિન કામગીરી રેકોર્ડ કરે છે.

'બ્લેક બોક્સ' નામ વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર, તેનો અંદરનો ભાગ કાળો હતો, તેથી તેને આ નામ મળ્યું. બીજો અભિપ્રાય એ છે કે અકસ્માત પછી, આગને કારણે તેનો રંગ કાળો થઈ જાય છે, તેથી લોકોએ તેને "બ્લેક બોક્સ" કહેવાનું શરૂ કર્યું. તેનું નામ બ્લેક બોક્સ છે પરંતુ તે કાટમાળથી અલગ ઝડપથી દેખાઇ આવે તેથી તેનો કલર ઓરેંજ રાખવામાં આવ્યો છે.