અમદાવાદઃ હાલમાં કોરોનાના કાળમાં અનેક અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાતી રહે છે. આવી અફવાઓ ઘમી વખત ગંભીર પરિસ્થિતિ તરફ દોરી જાય છે. હાલમાં જ આવો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જેમાં સોશિયલ મીડિયામાં દક્ષિણની એક એક્ટ્રેસની કોરોના વોરિયર એટલે કે ડોક્ટર ગણીને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. આ મામલે ખુસ એક્ટ્રેસે ફેસબુક પર વિગતવાર પોસ્ટ મુકીને ખુલાસો કર્યો છે.


છેલ્લા કેટલાક સમયથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદની એક મેડિકલ પ્રોફેશનલ જેનું નામ ડો. વિધી છે અને તેનું કોરોનાને કારણે અવસાન થયું છે.

વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે, ‘દુખદ સમાચાર ગુજરાતમાંથી આવી રહ્યા છે. અમદાવાદમાં ડો. વિધી નામના ગાયનેકેલોજિસ્ટનું કોરોનાને કારણે અવસાન થું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’ આ પોસ્ટની આથે એક તસવીર પણ શેર કરવામાં આવી રહી છે.



આ તસવીર સાથેનો મેસેજ વાયરલ થયા બાદ અનેક લોકો પોસ્ટ પર શ્રદ્ધાંજલિના મેસેજ લખી રહ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ મલયાલમની એક એક્ટ્રેસ સંસ્કૃતિ શેનોયની પોસ્ટ પર કોઈએ વાંધાજનક પોસ્ટ મુકી. કારણ કે જે ડો. વિધીના મેસેજ સાથે જે તસવીર વાયરલ થઈ રહી હતી તે આ એક્ટ્રેસની જ છે. જે તસવીર વાયરલ થઈ રહી છે તે એક્ટ્રેસની 2016ની તસવીર છે જે એક્ટ્રેસે પોતે જ તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી હતી. જોકે આ જ તસવીરને ડો. વિધી નામ આપીને વાયરલ કરવામાં આવી રહી હતી.

જોકે બાદમાં ખુલ એક્ટ્રેસે ફેસબુક પર આ મેસેજ ફેક હોવાનો ખુલાસો કર્યો છે. તેણે પોસ્ટમાં કહ્યું કે, ‘હું સંસ્કૃતિ છું, આ મારી તસવીર છે. વાયરલ ફેસબુક પોસ્ટમાં ડો. વિધીના અવસાનના સમાચાર મારી તસવીર સાથે વાયરલ થયા છે. પણ હું કોઈ ડો.ને ઓળખતી નથી. જો તે ખરેખર મૃત્યુ પામ્યા હોય તો હું શ્રદ્ધાંજલિ આપુ છું. પરંતુ મેસેજ સાથે જે તસવીર વાયરલ થઈ રહી છે તે તસવીર મારી છું. તો આ પ્રકારના ખોટા મેસેજને આગળ ફોરવર્ડ ન કરો.