Ahmedabad Unseasonal Rain: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ઠેક-ઠેકાણે માવઠુ થઇ રહ્યું છે. શનિવારે બપોરના સમયે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં ખાસ કરીને એસજી હાઇવેના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સવારથી જ હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, શિયાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. શહેરના પૂર્વ વિસ્તારોની સાથે સાથે પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
આજે સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે, વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે એસજી હાઇવે પરના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જેમાં એસજી હાઈવે, પ્રહલાદનગર, માણેકબાગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે, આ ઉપરાંત શ્યામલ, સેટેલાઈટ, રામદેવનગર, જોધપુર, નહેરૂનગર, શિવરંજની, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં યથાવત છે. શહેરના એસજી હાઇવેના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, પ્રહલાદનગર, રામદેવનગર, માણેકબાગ, નહેરૂનગર, મકરબા, શ્યામલ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં માવઠુ થયુ છે.
ગુજરાતમાં ફરી એકવાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી, તળાજા, ભાવનગર, રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. 24 કલાકમાં 141 તાલુકાઓમાં બરબાદીનો વરસાદ24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં સાડા ત્રણ ઈંચ વરસાદ24 કલાકમાં અમરેલીના ખાંભામાં ત્રણ ઈંચ વરસાદ24 કલાકમાં ભાવનગરના તળાજામાં અઢી ઈંચ વરસાદ24 કલાકમાં જાફરાબાદમાં બે ઈંચ વરસાદ24 કલાકમાં ભાવનગરના મહુવામાં બે ઈંચ વરસાદ24 કલાકમાં ઉના, ભાણવડમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ24 કલાકમાં પડધરી અને ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ24 કલાકમાં લીંબડી, ચોટીલા, નાંદોદમાં એક-એક ઈંચ વરસાદ24 કલાકમાં વલ્લભીપુર, થાનગઢ, કાલાવડમાં એક-એક ઈંચ વરસાદ24 કલાકમાં ગણદેવી, વાપી, રાણાવાવમાં એક-એક ઈંચ વરસાદ
અરબી સમુદ્રની સિસ્ટમ અને હવામાનમાં પલટો
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 300 કિમી દૂર છે. આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સમયાંતરે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. જોકે રાહતની વાત એ છે કે હવામાન નિષ્ણાતોના મતે આ ડિપ્રેશન સિસ્ટમ આગામી 24 કલાક માં ધીમે ધીમે નબળી પડવાની શરૂઆત કરશે, જેનાથી વરસાદની તીવ્રતા ઘટશે.