Drug Racket News: અમદાવાદમાંથી વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે, અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાલતુ હતુ, કેનેડાથી દેશભરમાં કોકોઇન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતુ હતુ, આ સમગ્ર કૌભાડમાં ડ્રગ્સને એક કૂરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતુ હતુ. 




મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આજે એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો છે. કેનેડાથી દેશભરમા સપ્લાય થતા ડ્રગ્સ રેકેટને અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામા આવ્યુ છે, આ પાર્ટી ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમા સપ્લાય કરવામા આવતુ હતુ. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનુ સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનુ કૉકેઈન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબજો કરવામા આવ્યા હતા. ખાસ વાત છે કે, પુસ્તકના પાનાને ડ્રગ્સમા પલાડી દેશ દુનિયામાં મોકલવામા આવતું હતુ, એટલું જ નહીં આ સમગ્ર રેકેટમાં ડ્રગ્સને એક આંતરરાષ્ટ્રીય કૂરિયર કંપની મારફતે ટ્રાન્સફર કરવામાં આવતુ હતુ. આમાં ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ મેળવાતું હતુ. 




ડ્રગ્સ માફિયાની પોલીસકર્મીએ ફિલ્મી ઢબે કરી ધરપકડ


સુરતમાં ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરની પોલીસકર્મીએ જીવના જોખમે ધરપકડ કરી છે. ડ્રગ્સના ગુનામાં લાજપોર જેલમાં બંધ આરોપી વચગાળાના જામીન લઈ બહાર આવ્યો હતો. બાદમાં આરોપી મુદ્દત પર ફરી હાજર ન થઈ પેરોલ જમ્પ કરી હતી.  ફરાર આરોપીને જાંબાઝ પોલીસકર્મીએ ઝડપી લીધો છે. પોલીસકર્મીએ આરોપીને ઝડપી પાડ્યો એ દરમિયાનના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીએ કઈ રીતે જીવના જોખમે આરોપીને ઝડપી પાડ્યો છે.   પત્નીની સારવાર કરાવવા રૂપિયાની સગવડ કરવા આરોપી ઈસ્માઈલ ગુર્જરે જામીન મેળવ્યા હતા. લાજપોર જેલમાં જણાવેલ મુદ્દતે હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરી આરોપી ફરાર હતો. આ દરમિયાન  આરોપી ઇસ્માઇલ ગુર્જર તેની આરોપી પત્ની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો. 



 


39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો


સુરત શહેરમાં વર્ષ 2022માં એસઓજીએ પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઈસ્માઇલ ગુર્જરને 39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો. આ ગુનામાં તે લાજપોર જેલમાં ધકેલાયો હતો. ઈસ્માઈલ જેલમાં જતા પત્ની હીનાએ ડ્રગ્સનો વેપાર શરૂ કરી દીધો હતો. જેથી એસઓજીએ વોચ ગોઠવી હીનાને 50 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી જેલમાં ધકેલી દીધી હતી. બાળકો નાના હોય અને પત્નીની સારવાર કરાવવા રૂપિયાની સગવડ માટે આરોપીએ વચગાળાના 22મી જુલાઇથી 4 ઓગસ્ટ સુધીના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો. 4 ઓગસ્ટે તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થયો હતો.


ઈસ્માઈલ પત્ની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો


બીજી તરફ તેની પત્નીએ સારવાર માટે 27મી સપ્ટેમ્બરે બે દિવસના પોલીસ જાપ્તા સાથે વચગાળાના જામીન પર બહાર આવી હતી. આ દરમિયાનમાં ઈસ્માઈલ પત્ની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો તે પહેલા એસઓજીએ તેને દબોચી લીધો હતો. એટીએસએ પણ ઈસ્માઈલ ગુર્જરને એમડી ડ્રગ્સ સાથે ભૂતકાળમાં પકડયો હતો.