અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. સતત બીજા દિવસે કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યા છે. આ દરમિયાન લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 40-50 રૂપિયે કિલોના ભાવે વેચાતાં લીંબુ અમદાવાદમાં હાલ પ્રતિ કિલોગ્રામ ૧૮૦થી ૨૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આગામી દિવસોમાં લીંબુની કિંમતમાં હજુ પણ વધારો થાય તેવી પણ સંભાવના છે.
સામાન્ય રીતે પ્રતિ કિલોગ્રામ લીંબુની કિંમત રૃપિયા ૩૦થી રૃપિયા ૪૦ હોય છે. પરંતુ ઉનાળાના આગમન સાથે જ લીંબુની કિંમતમાં પણ વધારો થવા લાગે છે. પરંતુ આ વખતે ગત વર્ષની જેમ એપ્રિલ મહિનામાં પણ કોરોનાએ અજગરી ભરડો લીધો છે. જેને લઈ તેની માંગ વધી છે.
કોરોનાના કેસમાં પણ વધારો થવો લીંબુની માગમાં વધારા પાછળનું કારણ છે. વિટામીન સી દ્વારા રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે અનેક લોકો લીંબુનું પણ નિયમિત સેવન કરતા હોય છે. આગામી દિવસોમાં ગરમીમાં વધારો થતાં હજુ આગામી દિવસોમાં પણ લીંબુની કિંમતમાં પણ વધારો થાય તેની પૂરી સંભાવના છે.
લીંબુના કેટલાક ફાયદા
- લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે.
- લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.
- ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી જાદગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.
- વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ. લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ કવેળાનો નાસ્તો વગેરે ખાઈ શકતી નથી. જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.