અમદાવાદઃ  રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2024  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.


માત્ર 3 જ દિવસ ને.....


આ દરમિયાન નવા મ્યુટન્ટના (Corona New Mutants) અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આ છે. કોરોનાનો આ મ્યુટન્ટ દર્દીના ફેફસાં સુધી ત્રીજા જ દિવસે પહોંચી જાય છે અને ન્યૂમોનિયા (Pneumonia) થાય છે. પહેલા આ વાયરસ સાત-આઠ દિવસ સુધી ગળાને નાકના ભાગમાં રહેતો હતો અને પછી ફેફસાં સુધી પહોંચતા ન્યૂમોનિયા થતો હતો.


આવા લક્ષ્ણો પણ જોવા મળે છે


તબીબોના કહેવા મુજબ કોરોનાના નવા સ્વરૂપે જોખમ વધાર્યું છે. બાળકો અને મહિલાઓમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઉપરાંત નવા લક્ષ્ણોમાં ઝાડા, ઉલ્ટી, આંખોમાં બળતરાના કિસ્સા પણ સામે આવ્યા છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.  


Self Lockdown: રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટતાં આ ગામડાં-શહેરોમાં છે સ્વયંભૂ લોકડાઉન, જાણો વિગત


આજનું રાશિફળઃ  આજે બની રહ્યો છે શિવયોગ, જાણો કેવું આપશે આજના દિવસે તમને ફળ