અમદવાદઃ આવનારા દિવસોમાં તહેવારને જોતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ દ્વારા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અમદવાદ રૂટ પરથી 500 બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી 26 થી 29 ઓક્ટોબર સુધી આ વધારાની બસો દોડાવવામાં આવશે. વધારાની બસોને લંબે હનુમાન રોડ, સેંટ્રલ બસસ્ટેન્ડ અને રામનગરથી ઉપડશે. વધારાની સૌરાષ્ટ્ર તરફની બસોનું ભાડું દોઢ ગણાથી વધારે વસુલવામાં આવશે. મુસાફરો એસટીની ઑનલાઇન અે એપ્સ દ્વારા ટિકિટનું બુકિંગ કરાવી શકાશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ દ્વારા દિવાળી નિમિત્તે ૬૦૦ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, મહુવા, તળાજા, ગારિયાધાર જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા, ઉંઝા, પાલનપુર, ડીસા, પાટણ, ધાનેરા તેમજ પંચમહાલના દાહોડ, ઝાલોદ, ગોધરા, બારિયા, લુણાવાડા, બોરવાઇ અને સંતરામપુર માટે એકસ્ટ્રા બસ દોડાવાશે. આ બસ ૨૬મીથી ૨૯મી સુધી દોડાવવામાં આવશે. એસટી દ્વારા એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસટી દ્વારા એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે.