અમદાવાદઃ એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન સંસ્થા દ્વારા વન સ્ટોપ સોલ્યુશન ઉપલબ્ધ કરાવતી ઈ.આઈ.કોર્પોરેટ સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. સંસ્થાના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, એન્ટરપ્રિનિયર્સના બિઝનેસ નેટવર્કિંગ માટે કાર્યરત આ ગ્રુપના અનેક ઉદ્યોગકારો-ઔદ્યોગિક એકમો આના સભ્યો છે. આ સભ્યોના ઉદ્યોગના સરળીકરણ માટે માર્ગદર્શન અને જાણકારી આપે છે.
આ સંસ્થા મુખ્યત્વે ફાર્મા, ફૂડ, હોસ્પિટલ, સ્ટાર્ટ અપ અને વુમન એન્ટરપ્રિનિયર્સ એમ પાંચ ક્ષેત્રાના ઉદ્યોગો માટે કાર્યરત છે. આ સભ્ય કંપનીઓને જરૂરી હોય તેવી તમામ સર્વિસીસ પૂરી પાડવા ઈ.આઈ કોર્પોરેટની રજૂઆત કરવામાં આવી છે. આમાં લગભગ 50 જેટલી સર્વિસીસનો સમાવેશ થાય છે. સંસ્થા સાથે હાલ 70 જેટલી કંપનીઓ સભ્ય તરીકે જોડાઈ ચુકી છે અને ઈ.આઈ.કોર્પોરેટ સર્વિસમાં વિવિધ સેવા આપતી 40 જેટવલી કંપનીઓ જોડાઈ ચુકી છે.
ભાવેશ ઉપાધ્યાયના કહેવા મુજબ, કોઈ પણ કંપનીને નફો કરતો યુનિટ બનાવવા માટે સ્કીલ, મેનપાવર, કોસ્ટ ફેક્ટર, માર્કટિંગ, સેલ્સ, નાણાકીય રોકાણ, પ્રોજેક્ટ, પબ્લિક રિલેશન, હાઉસકિપીંગ એમ અનેક પાસાઓને આવરી લેવા જરૂરી હોય છે. તેથી એન્ટરપ્રાઇઝિંગ ઈન્ડિયન સંસ્થાએ ઈ.આઈ. કોર્પોરેટ સર્વિસીસ લોન્ચ કરી છે. જેમાં વિવિધ બાબતોને લગતી સર્વિસીસનો સમાવેશ થાય છે.
વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર
રેનોની કોમ્પેક્ટ 7 સીટર કાર Triber થઈ રજૂ, જાણો કેવા છે ફીચર્સ
એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન દ્વારા ઈ.આઈ કોર્પોરેટ સર્વિસ લોન્ચ કરાઈ, જાણો શું છે વિશેષતા
abpasmita.in
Updated at:
19 Jun 2019 07:47 PM (IST)
આ સંસ્થા મુખ્યત્વે ફાર્મા, ફૂડ, હોસ્પિટલ, સ્ટાર્ટ અપ અને વુમન એન્ટરપ્રિનિયર્સ એમ પાંચ ક્ષેત્રાના ઉદ્યોગો માટે કાર્યરત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -