ગાંધીનગર: રાજ્યમાં હાલમાં સરકારી કર્મચારીઓ વિવિધ માગણીને લઈને આંદોલનો કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાલમાં ગાંધીનગર ખાતે એકઠા થયા છે. જેને લઈને હવે સરકાર ણ હરકતમાં આવી છે. આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓની મોટા ભાગની માગણીઓેને લઈને સરકારનું વલણ હકારાત્મક છે. તેથી હવે જે 6 લાખ કર્મચારીઓ એક સાથે માસ સીએલ પર જવાના હતા કે કાર્યક્રમ મોકૂફ રાખે. તો બીજી તરફ કર્મચારીઓની માંગણી સંતોષાતા માસ સીએલનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કર્મચારીઓએ સરકારની અપીલને ગ્રાહ્ય રાખી છે. વાઘાણીએ કહ્યું કે, કુટુમ્બ પેન્શનની માગનો સ્વિકાર કર્યો છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ હાજર રહ્યા હતા. જીતુ વાણાણીએ કહ્યું કે, વાર્તાલાપ અને સંવાદથી જ બધા પ્રશ્નોનું સમાધાન થાય છે. સમિતિના જવાબદાર મંત્રીઓ સાથે બેઠકો થઈ છે . કર્મચારીઓ સરકારનો પરિવાર છે. સરકારની અપીલ પર માંગણીઓ ગ્રાહ્ય રાખી છે. જૂની પેંશન સ્કીમ બાબતે કેન્દ્ર સરકારનો ઠરાવ છે. કુટુંબ પેંશનના ઠરાવ સ્વીકારીશું. સીપીએફમાં 12ના બદલે 14 ઉમેદવારનો સ્વીકાર કર્યો છે. 7 મા પગારપંચના બાકીના ભથ્થાઓ ચૂકવાશે અને કેન્દ્રમાં ધોરણે લાભ મળશે. સોમવારથી બધા કર્મચારીઓ કામે લાગવા માટેની અપીલ કરવામાં આવી છે. કેટલીક પોલિસી મેટર છે તો પોલિસી સાથે જ નિર્ણય થાય છે.
તો બીજી તરફ સયુકત મોરચા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, મહત્વના 15 પ્રશ્નો અમે રજૂ કર્યા હતા. જૂની પેંશનની અમારી માંગણીઓ હતી. 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેંશનનો લાભ મળે છે, આજે પણ અમારી 2005 બાદના કર્મચારીઓને જૂની પેંશન સ્કીમનો લાભ મળે તે માગણી છે. ઉચ્ચતર પગારનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓને 8 લાખનો લાભ મૃત્યુ બાદ મળતો તે 14 લાખ કરાયો છે. જો કે, જૂની પેંશન સ્કીમ લાગું કરવાની માગણી હજુ સુધી નથી સ્વીકારી. માસ સીએલની હડતાલ મોકૂફ રખાય છે.
તો બીજી તરફ સયુકત મોરચા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, મહત્વના 15 પ્રશ્નો અમે રજૂ કર્યા હતા. જૂની પેંશનની અમારી માંગણીઓ હતી. 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેંશનનો લાભ મળે છે, આજે પણ અમારી 2005 બાદના કર્મચારીઓને જૂની પેંશન સ્કીમનો લાભ મળે તે માગણી છે. ઉચ્ચતર પગારનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓને 8 લાખનો લાભ મૃત્યુ બાદ મળતો તે 14 લાખ કરાયો છે. જો કે, જૂની પેંશન સ્કીમ લાગું કરવાની માગણી હજુ સુધી નથી સ્વીકારી. માસ સીએલની હડતાલ મોકૂફ રખાય છે.
દિગ્વિજયસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે આંદોલનના કાર્યક્રમો આપવામાં આવેલ જેને અનુલક્ષીને સરકાર સાથે વારંવાર ઉચ્ચ સ્તરીય બેઠકના અંતે કર્મચારીઓના આ સાથે સામેલ પીડીએફ મુજબના પ્રશ્નોનું નિરાકરણ આવેલા છે, જે કર્મચારીઓના વિશાળ સમુદાયને સ્પર્શતા લાભ મળતા હોય આપવામાં આવેલ લાભોને આવકારીએ છે તથા માન મુખ્યમંત્રી તથા કમિટીના તમામ મંત્રીઓ તથા વહીવટી અધિકારીઓનો આભાર વ્યક્ત કરીએ છે.
જુનિપેંશન યોજનાએ કર્મચારીઓ માટે અતિ આવશ્યક હોય ભવિષ્યમાં આ બાબતે લડત ચાલુ રાખીશું. હાલ પૂરતી આ વાટાઘાટોને અંતે થયેલ હકારાત્મક ચર્ચા મુજબ સરસ આંદોલનાત્મક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવે છે. તા 17 /9/22 ની માસ સીએલ નો કાર્યક્રમ બંધ રાખવામાં આવે છે, જે અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલ તમામ મંડળના પ્રમુખ મહામંત્રી તથા હોદ્દેદાર તથા કર્મચારી મિત્રોને જાણ કરવામાં આવે છે અને આ લડતમાં ખભે ખભો મિલાવી સાથ અને સહકાર આપવા બદલ આપ સર્વેનો આભાર માનવામાં આવે છે.
આ પણ વાંચો....