Vipul Chaudhary Arrest : અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે.  દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન. 


બીજી તરફ વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ACB ફરીયાદમાં કોર્ટમાં હાજર કરાયા. કોર્ટના પાછળના દરવાજાથી અંદર લાવ્યા. મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટ સંકુલ આસપાસ ઉમટી પડ્યા હતા.  વિપુલ ચૌધરીની ધરપકડથી મહેસાણા જીલ્લામા રોષની લાગણી ફરી વળી છે. અર્બુદા સેનાના નેજા હેટળ વિસનગરમા નિકળી પ્રચંડ રેલી. વિપુલ ચૌધરી સાથે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ સાથે રખાયુ આવેદનપત્ર. પૂર્વ મંત્રી એવા કિરીટ પટેલે પણ દ્રેષભાવપૂર્ણ કાર્યવાહી માટે કરાઈ માંગ. ચૂંટણી ટાણે જ વિપુલ ચૌઘરીને કેસોમા ફસાવાતો હોવાનો કિરિટ પટેલ પૂર્વ ધારાસભ્યનો આરોપ.


વિપુલ ચૌધરી ધરપકડ મામલે વડગામ અને દાતામાં અર્બુદા સેનાનું વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરીને નહીં છોડાય તો અર્બુદા સેનાનો કોઈપણ પક્ષ સાથે છેડો રહેશે નહીં. દાંતા અને વડગામમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સમર્થકોએ કર્યો સરકારનો વિરોધ. સતત બીજા દિવસે પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાના આવેદનપત્ર અને સરકાર સામે વિરોધ. ધાનેરામાં અર્બુદા સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું


ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અર્બુદા સેનાના યુવાનો રહ્યા હાજર. ભાજપ સરકાર સામે હાય હાય ના નારા લગાવી સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડી મૂકવાના ઉઠી માંગ. ડીસામાં ચૌધરી સમાજ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભાજપ ને ઘરભેગી કરવાની ચીમકી. ડીસા નાયબ કલેક્ટર અને મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરી.


સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથકે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેદન પત્ર અપાયા. વિપુલ ચૌધરીની થયેલ અટકાયત મામલે ન્યાયની માગ સાથે અપાયા આવેદન પત્ર. અર્બુદા સેના દ્વારા હિંમતનગર મામલતદારને અપાયું આવેદન પત્ર. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ બહુમારી ભવન પહોંચી કર્યા સુત્રોચ્ચાર.  ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.


મહીસાગર જિલ્લામાં ચૌધરી સમાજમાં રોષ 


વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના મહીસાગર અને 99 આંજણા સમાજ સંગઠન દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકીય બદ ઇરાદાથી તેમની ધરપકડ કરવામાં આવી હોવા અંગેના લગાવ્યા આક્ષેપ. સુત્રોચાર સાથે સેવા સદન પોહચી આવેદન આપવામાં આવ્યું.


દાંતા તાલુકામાં અર્બુદા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો


વિપુલ ચૌધરીને 15 તારીખે રાત્રે ગાંધીનગર ફાર્મ હાઉસ થી ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ ઉઠ્યો. અર્બુદા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જયારે પણ ચુંટણી આવે છે ત્યારે જ વિપુલચૌધરી ને હેરાન કરવામા આવે છે. વિપુલ ચૌધરી જ્યાં સુધી નહી છુટે ત્યાં સુધી અમે કોઇ પક્ષ સાથે રહેવાના નથી. વિપુલ ચૌધરી ને જ્યાં સુધી મુક્ત કરવામાં નહી આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું.