શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદે "ડિઝાઇન થિંકિંગ ઇન કરિક્યુલમ ડેવલપમેન્ટ એન્ડ ગેમિફિકેશન એઝ એ ટિચિંક ટૂલ" પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એફડીપી) સફળતાપૂર્વક યોજ્યો હતો.
એસબીએસના ડિરેક્ટર ડો. નેહા શર્માના ગાઈડન્સ અને મેન્ટરશિપ હેઠળ FDP યોજવામાં આવ્યો હતો.  આ  ક્ષેત્રના અનુભવી ડો. રોહિત સ્વરૂપ અને  ડો.સુભાષિની રામાસ્વામીએ માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું અને પોતાના જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન કર્યું હતું, જેને હાજર ફેકલ્ટી દ્વારા જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદના તથા તેની આસપાસની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને એસબીએસના ફેકલ્ટી સભ્યો દ્વારા એફડીપીમાં હાજરી આપવામાં આવી હતી. 


ડો. રોહિત સ્વરૂપે ડિઝાઇન થિંકિંગ અભ્યાસક્રમ બનાવવામાં કઈ રીતે મદદ કરી શકે તે લર્નરના દૃષ્ટિકોણથી સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ડિઝાઇન થિંકિંગ વિદ્યાર્થીઓના વિચારોને ઘડવામાં મદદરૂપ બને છે, જે કરિક્યુલમના ડેવલપમેન્ટને પ્રેરિત કરે છે, તથા સ્ટુડન્ટને સક્રિય લર્નર બનાવવા માટે એક વલણ વિકસાવવામાં મદદરૂપ થાય છે.


ડો. સુભાષિની રામાસ્વામીએ "ગેમિફિકેશન એઝ એ ટિચિંગ ટૂલ" તરીકે એક સેશન યોજ્યું હતું જે માહિતીપ્રદ હતું. તેમાં સહભાગીઓ પ્લેયરની પ્રોફાઈલ કેવી રીતે બનાવવી અને જુદા જુદા લેવલ પર પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ કઈ રીતે ડિઝાઈન કરવી તે શીખ્યા હતા, જેથી વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે. ઇન્ટરેક્શન તથા સક્રિય ભાગીદારીના કારણે આ સેશન અત્યંત રસપ્રદ બન્યું હતું. 
તમામ સહભાગીઓએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને તેની સાથે તેનું સમાપન થયું હતું.