અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માત બાદ ફરી એકવાર હવાઈ સેવા અને સલામતી અંગે ચર્ચા તેજ બની છે. આ પ્લેનમાં સવાર 242 લોકોમાંથી 241ના મોત થયા હતા જ્યારે એકનો બચાવ થયો હતો. 2020માં કાલિકટમાં બની હતી, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 12 નવેમ્બર, 1996ના રોજ ચરખી દાદરીમાં થયેલ વિમાન દુર્ઘટનામાં 349 લોકોના મોત થયા હતા, તે દેશનો સૌથી મોટો હવાઈ અકસ્માત હતો. ચાલો જાણીએ દુનિયામાં થયેલા વિમાન અકસ્માતો વિશે.

આ ઘટનાઓએ આપણને વૈશ્વિક સ્તરે હવાઈ મુસાફરીની સલામતી, ટેકનોલોજી અને કામગીરીને ફરીથી વ્યાખ્યાયિત કરવાની ફરજ પાડી હી. ભલે તે ટેકનિકલ નિષ્ફળતા હોય, માનવીય ભૂલ હોય, હવામાન હોય કે આતંકવાદી હુમલા હોય - આ ઘટનાઓમાંથી શીખીને જ આજની હવાઈ મુસાફરી પ્રમાણમાં સલામત બની છે. આ લેખમાં અમે વર્ષ અને સ્થળ અનુસાર તે મુખ્ય વિમાન અકસ્માતોનો વિગતવાર અહેવાલ રજૂ કરી રહ્યા છીએ, જેણે ઉડ્ડયન ઇતિહાસમાં ઊંડી છાપ છોડી છે.

વર્ષતારીખએરલાઇન્સસ્થળવિમાનમૃત્યુકારણ 
20219, જાન્યુઆરીશ્રીવિજય એરજાવા સાગર, ઈન્ડોનેશિયાબોઇંગ 73762ટેકઓફ પછી ઓટો થ્રોટલ સમસ્યાના કારણે
202022, મેપાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સકરાંચી, પાકિસ્તાનએરબસ A32097પાયલટની ભૂલના કારણે
20208 જાન્યુઆરીયુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સતહેરાન, ઇરાનબોઇંગ 737176ઇરાનની મિસાઇલે ભૂલથી તોડી પાડ્યું
201910 માર્ચઇથિયોપિયન એરલાઇન્સઅદીસ, અબાબા, ઇથોપિયાબોઇંગ 737 મૈક્સ157ખોટા સેન્સર અને ડિઝાઇન સમસ્યાના કારણે
201829, ઓક્ટોબરલાયન એરજાવા સાગર, ઈન્ડોનેશિયાબોઇંગ 737 મૈક્સ189ખોટા સેન્સર અને ડિઝાઇનની સમસ્યા
201818,મેક્યૂબાના જે એવિએશનહવાના, ક્યૂબાબોઇંગ 737112ટેકઓફ થયાના તરત જ દુર્ઘટનાગ્રસ્ત
201628 નવેમ્બરચાપેકોંસે (લામિયા)મેડેલિન કોલંબિયાએવરો RJ8572ઓછું ઇંધણ હોવાના કારણે
201531 ઓક્ટોબરકોગાલિમાવિયાસિનાઇ, ઇજિપ્તએરબસ A321224ઇસ્લામિક સ્ટેટ દ્ધારા વિસ્ફોટના કારણે
201524 માર્ચજર્મનવિંગ્સફ્રેન્ચ આલ્પ્સ, ફ્રાન્સએરબસ A320148સહ પાયલટ દ્ધારા જાણીજોઇને તોડી પડાયું
201417 જૂલાઇ મલેશિયા એરલાઇન્સ MH17પૂર્વ યુક્રેનબોઇંગ 777298યુદ્ધ ક્ષેત્રમાં મિસાઇલ દ્ધારા
20148 માર્ચમલેશિયા એરલાઇન્સ MH370દક્ષિણ હિંદ મહાસાગરબોઇંગ 777239ઉડાણ પછી ગુમ, કાટમાળ મળ્યો
201317 નવેમ્બરતાતારસ્તાન એરલાઇન્સકઝાન, રશિયાબોઇંગ 73750પાયલટની ભૂલ
201220 એપ્રિલBhoja Air ઇસ્લામાબાદ, પાકિસ્તાનબોઇંગ 737127ખરાબ હવામાનના કારણે
20119 જાન્યુઆરીઇરાન એરઓરૂમિયહ, ઇરાનબોઇંગ 72777ખરાબ હવામાનના કારણે
201022,મેએર ઈન્ડિયા એક્સપ્રેસમંગલોર, ભારતબોઇંગ 737158રનવેથી આગળ જતા દુર્ઘટનાગ્રસ્ત
20091,જૂનએર ફ્રાન્સ, એટલાન્ટિક મહાસાગરએરબસ A330228પાયલટની ભૂલ અને સેન્સરમાં ખામી
200820 ઓગસ્ટસ્પેન એરમેડ્રિડ, સ્પેનMD-82154ટેકઓફમાં ભૂલના કારણે
200717, જૂલાઇ ટીએએમ એરલાઇન્સસાઓ પાઉલો, બ્રાઝિલએરબસ A320199ભીના રનવેના કારણે
200629 સપ્ટેમ્બરગોલ ટ્રાન્સપોર્ટ્સ એરિયોસઅમેઝોન જંગલ, બ્રાઝિલબોઇંગ 737154પ્રાઇવેટ જેટ સાથે ટક્કર 
200514 ઓગસ્ટહેલિયોસ એરવેઝએન્થેસ, ગ્રીસબોઇંગ 737121કેબિન દબાણના કારણે
200421 નવેમ્બરચાઇના ઇસ્ટર્નબાઓટો, ચીનમુસાફર પ્લેન55ટેકઓફ બાદ દુર્ઘટનાગ્રસ્ત
200325 ડિસેમ્બરબોઇંગ 727બેનિનબોઇંગ 727135ટેકઓફ બાદ દુર્ઘટનાગ્રસ્ત
200225 મેચાઇના એરલાઇન્સપેંઘુ, તાઇવાન પાસેબોઇંગ 747225ટેકનિકલ ખામી
200112 નવેમ્બરઅમેરિકન એરલાઇન્સન્યૂયોર્કએરબસ A-300265પાયલટની ભૂલના કારણે
200026 જૂલાઇ એર ફ્રાન્સ કોનકોર્ડફ્રાન્સ 109રનવે પર કાટમાળ સાથે ટકરાયું