અમદાવાદઃ 11 મહિનાની એક બાળકીની કસ્ટડીના મામલે ચાલી રહેલા વિવાદ મામલે હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક ઝગડાના સમાધાન હેઠળ બાળકીની કસ્ટડી પતિ પાસે રહેશે એવું નક્કી થયું હતું. જોકે આટલી માસુમ બાળાને માતાથી વિખુટી રાખવીએ કોર્ટને યોગ્ય જણાયું નહી. અને કોર્ટે ટકોર કરી કે જેની પાસે માં નથી તેવા બાળકોને પૂછો કે માં શું કહેવાય।. જોકે કૌટુંબિક વિખવાદો અને પતિની પુત્રની ઘેલછા તેમજ અન્ય સ્ત્રી સાથેના કથિત સબંધોમાં ગૂંચવાયેલા આ પરિવારમાં બાળકીની કસ્ટડી રાખવા માતાએ ઇન્કાર કરી દીધો છે. અને તેના પુનર્લગ્ન માટે બાળકી અડચણ બની શકે છે તેવું પણ કોર્ટમાં નિવેદન કર્યું છે.