અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઈ અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડ઼્યું છે. અમદાવાદ શહેરમાં રાત્રે 8 વાગ્યા થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ઉપરાંત કોઈપણ ચાઈનીઝ ટુક્કલ, આકાશબાજી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે.હોસ્પિટલ નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો ,શૈક્ષણિક સસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળો પર ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે જઇ રહ્યુ છે. તેથી કેટલાક ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણ કરે એવા ફટાકડા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
તો બીજી તરફ અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇને AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારી હોસ્પિટલમાં 24 કલાક તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે. અલગ અલગ શિફ્ટમાં કામગીરી કરવા સરકારી હોસ્પિટલના તબીબોને આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, દિવાળીના તહેવારમાં આતિશબાજી સમયે દુર્ઘટના થવાની શક્યતા રહે છે. આ સમયે દાઝ્યાના કેસ સાથે આંખમાં ઇજાઓના કેસ વધવાની આશંકાના પગલે તબીબોને હાજર રહેવા સુચના અપાઇ છે.
અમદાવાદ કોર્પોરેશન દ્રારા અમદાવાદને દિવાળીના પર્વે રોશન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે અમદાવાદ શહેરના મુખ્ય બ્રીજ પર લાઇટિંગ કરવામાં આવશે. અમદાવાદને દિપાવલીમાં રોશન કરવા માટે લાઇટિંગનો ખર્તે અંદાજિત 1 કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજકોટમાં દિવાળીના તહેવાર ને લઈને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવા છૂટ અપાઇ છે. આ સમય બાદ શહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય તેમજ પેટ્રોલ પંપ,શાળા કોલેજ, ધાર્મિક સ્થળ, એરપોર્ટ, ગોડાઉન , હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવા પર જાહેરનામા ઉલ્લેખ કર્યો છે.