અમદાવાદ: શહેરના સરદાર નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સરદાર નગર બ્રાન્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડે બપોરના સમયે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં બેંકના મહિલા કર્મચારી ઘાયલ થયા છે. ઘાયલ થયેલા મહિલા કર્મચારીને 108 દ્વારા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ ઘટનાની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરિંગ કરનાર સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં આવેલા ગ્રાહકે ખુરસીમાં બેસવાની બાબતે સૌપ્રથમ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ બેન્કના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડ્યા તો સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈ બેંક બંધ કરવામાં આવી છે અને એફએસએલની મદદ એરપોર્ટ પોલીસ દ્વારા લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે શું કરી ટકોર ? જાણો વિગત
અમદાવાદમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઈ હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂર છે. સરકાર પણ કોવિડ પ્રોટોકોલનું અમલ કરાવી રહી છે ત્યારે લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નહિ હોવાની પણ ટકોર તેમણે કરી હતી.
અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 700ને પાર
અમદાવાદમાં રવિવારે કોરોનાના દૈનિક કેસમાં 11 કેસનો સામાન્ય ઘટાડો થતાં નવા 117 કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નહોતું.78 દર્દી સાજા થયા હતા.શહેરમાં કોરોનાના કુલ એકિટવ કેસની સંખ્યા 700ને પાર થઈ ગઈ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ સાત દર્દી સારવાર હેઠળ છે.આ પૈકી એક દર્દી વેન્ટિલેટર અને એક દર્દી ઓકિસજન ઉપર સારવાર હેઠળ છે.
શહેરમાં માર્ચ-2020થી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,86,591 દર્દી નોંધાયા છે.અત્યાર સુધીમાં કુલ 3,82,242 દર્દી કોરોનામુકત થયા છે.જયારે કોરોના સંક્રમિત થવાથી અત્યાર સુધીમાં કુલ 3620 લોકોના મોત થવા પામ્યા છે.શહેરના પશ્ચિમ ઝોનમાં 23,597 ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 14,886 લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં રસી લીધી નથી.પૂર્વ ઝોનમાં 1,60,652 લોકોએ, મધ્ય ઝોનમાં 78,632 લોકોએ જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18,285 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી.દક્ષિણ ઝોનમાં 169440 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી.સાત ઝોનમાં કુલ મળીને 6,19,883 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી.
કાલુપુર રેલવે સ્ટેશન પર પંજાબથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
શહેરના એસ.ટી.સ્ટેશન અને રેલવે સ્ટેશન ખાતે 18 જુનના રોજ કરવામાં આવેલા કોરોના ટેસ્ટ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી પંજાબનો એક વ્યકિત કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.રવિવારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 19 લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.