હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ મનપાએ ચાની કીટલી ચાલુ રાખવાને લઈ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ગાઈડલાઇન મુજબ ચા-કોફી પીતી વખતે ગ્રાહકો ટોળે ન વળે અને અંદરો અંદર વાતો ન કરે તેનું પાલન કરવું પડશે. આ સાથે જ શક્ય હોય તો કિટલી કે લારી પર માસ્ક વેન્ડિંગ મશીન પણ મુકવું. કિટલી પર આવતા ગ્રાહકો માસ્ક પહેરે તેની ખાતરી કિટલી માલિકે કરવાની રહેશે અને બે ગ્રાહક વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું ફરજિયાત છે.
ચાની કિટલીના માલિકે ડિસ્પોઝેબલ કપનો જ ઉપયોગ કરવાનો રહેશે અને ચા કે કોફી બનાવ્યા બાદ વાસણ, ગરણી, ટ્રે દરેક વખતે ડિટર્જન્ટથી સાફ કરવાના રહેશે. કિટલી પર રોકડ પેમેન્ટ કરતી વખતે એક બીજાને સ્પર્શ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવાની રહેશે. શક્ય હોય ત્યાં સુધી ડિજીટલ પેમેન્ટનું સૂચન કરવામાં આવ્યું છે. ગ્રાહકોને બેસવા માટેના ટેબલ પણ સતત સેનેટાઈઝ કરવાના રહેશે.
- બે ગ્રાહક વચ્ચે 6 ફુટનું અંતર તે માટે સર્કલ, માર્કિંગ બનાવવા
- ગ્રાહકે માસ્ક પહેરવું ફરજિયાત, શક્ય હોય તો કિટલી કે લારી પર માસ્ક વેન્ડિંગ મશીન મૂકવાની વ્યવસ્થા કરવી
- ચા- કોફી પીતા ગ્રાહક ટોળે ન વળે, તેમજ બે ગ્રાહકો ચા પીતા સમયે વાતચીત ન કરે તેનું પાલન કિટલી માલિકે કરાવવું પડશે
- ચા-કોફી માટે બાયોગ્રેડેબલ ડીસ્પોઝલ કપનો જ ઉપયોગ કરવો
- ચા-કોફીના વાસણો, ગરણી દરેક ઉપયોગ બાદ ડીટર્જન્ટથી ધોવા
- રોડક વ્યવહાર એકબીજાને સ્પર્શ ન થાય તે રીતે કરવા માટેની વ્યવસ્થા ગોઠવવી, શક્ય હોય તો ડીજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવો
- ટી સ્ટોલ પર કામ કરતાં કર્મચારીનો દર સપ્તાહે રેપિડ ટેસ્ટ જરૂરી
- પાન-મસાલા અને ગુટખા તેમજ થુંકવા પર પ્રતિબંધ રાખવો
- રેસ્ટોરન્ટ જેવી વ્યવસ્થામાં ડીસ્પોઝેબલ મેનું, નેપકીન રાખવા
- ગ્રાહકોને બેસવા માટેના ટેબલો સેનેટાઇઝ કરવા, ચા આપનાર વ્યક્તિએ માસ્ક તેમજ ગ્લોવ્ઝ પહેરેલા હોવા ફરજિયાત
- ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલા માસ્ક, ગ્લોવ્ઝ માટે ડસ્ટબીન રાખવા
અમદાવાદમાં ચાની કીટલી ચાલુ રાખવા આ ગાઈડલાઈનને કરવી પડશે ફોલો નહીં તો.....?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2020 08:48 AM (IST)
ચાની કિટલીના માલિકે ડિસ્પોઝેબલ કપનો જ ઉપયોગ કરવાનો રહેશે અને ચા કે કોફી બનાવ્યા બાદ વાસણ, ગરણી, ટ્રે દરેક વખતે ડિટર્જન્ટથી સાફ કરવાના રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -