અમદાવાદઃ અમદાવાદમાં મની એક્સચેન્જની ઓફિસના માલિક બિઝનેસમેનને ટિન્ડર એપ દ્વારા મળેલી યુવતી પોતાના ફ્લેટમાં લઈ ગઈ હતી. થોડી વાતો કર્યા પછી યુવતી બિઝનેસમેનને બેડરૂમમાં લઈ ગઈ હતી ને નગ્ન થઈને યુવક પર બેસી ગઈ હતી. ઉત્તેજિત થયેલા યુવકે કામક્રિડા શરૂ કરી હતી ત્યાં જ ત્રણ શખ્સ રૂમમાં આવી ગયા હતાં. બે શખ્સ યુવતીને લઈ નિકળી ગયા એક શખ્સે પોલીસ તરીકે ઓળખ આપી વેપારીને માર મારી રૂપિયા 50 લાખ માંગ્યા હતા. ઘણી આજીજી બાદ રૂપિયા 20 લાખ વસૂલીને બિઝનેસમેનને જવા દીધો હતો. આ ઘટનાને પગલે ડીપ્રેશનમાં આવી ગયેલા યુવકે તેના મિત્રોને કહેતાં તેમની સલાહથી બિઝનેસમેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નકલી પોલીસ બની તોડ કરનાર યુવકને પોલીસ ડ્રેસમાં કાર સાથે આનંદનગર પોલીસે ઝડલી લેતાં બીજા આરોપી પણ ઝડપાઈ જશે.


સેટેલાઈટના આંબલી બોપલ રોડ પર રહેતાં અને સી.જી. રોડ પર ટોમેટો રેસ્ટોરન્ટ સામે મની એક્સચેન્જની ઓફિસ ધરાવતા વેપારીનો સંપર્ક ટીન્ડર એપ પર જહાનવી નામની યુવતી સાથે થયો હતો. એસ.જી હાઇવે પર ટી સ્ટોલ પર બંને 8 સપ્ટેમ્બરે રાત્રે મળ્યાં હતાં અને બીજા દિવસે મળવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે બપોરે ફરી બંને મળ્યાં ત્યારે જહાવની એકાંત જગ્યાએ જવાનું કહી કૃણાલને ગોતા ખાતેના ફ્લેટ પર લઈ ગઈ હતી. ફ્લેટમાં તેણે થોડી વાતો કરી ને પછી યુવકને બેડરૂમમાં લઈ ગઈ. બાદમાં અચાનક પોતાનું ટોપ કાઢી નગ્ન થઈને યુવક પર બેસી ગઈ હતી. યુવક પણ ઉત્તેજિત થયો હતો ને કામક્રિડા શરૂ કરી હતી ત્યાં ત્રણ શખ્સો ફ્લેટમાં આવી ગયા. યુવકને માર મારી પોલીસને બોલાવવાનું કહ્યું.

આ પૈકી બે શખ્સ જહાનવીને બહાર લઈ ગયા હતા. ફ્લેટમાં આવેલા શખ્સે પોતે ગોતા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવી યુવરાજસિંહ નામ જણાવીને યુવકને માર મારી ડરાવી નાંખ્યો હતો. થોડા સમય પછી પોલીસ ડ્રેસમાં અન્ય એક વ્યક્તિ આવી. તેણે પણ યુવકને પગના તળીયામાં લાકડીઓ ફટકારીને 50 લાખની માગણી કરી હતી. પોલીસે યુવરાજસિંહને બહાર મોકલી કહ્યું કે, આ કેસમાંથી બચવું હોય તો રૂપિયા 50 લાખ આપવા પડશે. નહીં તો છોકરીવાળા તને મારી નાંખશે અને પોલીસ અંદર પૂરશે. ડરેલા યુવકે 20 લાખ આપવાનું કહેતા સમજૂતી થઈ હતી. યુવકે તેના મિત્રને ફોન કરી રૂપિયા 20 લાખ મંગાવ્યા હતા.આ રકમ પી.એમ. આંગડિયામાં આશીક દેસાઈના નામથી મોકલ્યા હતા. નાણાં મળ્યા બાદ બંનેએ કારની ચાવી અને મોબાઈલ આપી યુવકને જવા દીધો હતો.

આ ઘટનાને પગલે માનસિક રીતે પડી ભાંગેલા યુવકને તેના મિત્રો શુક્રવારે સવારે મળવા માટે ઘરે પહોંચ્યા હતાં. મિત્રોને યુવકે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરતાં મિત્રોએ ફરિયાદ નોંધાવડાવી હતી. દરમિયાનમાં યુવક અને તેના મિત્રોને આનંદનગરમાં નકલી પોલીસ પકડાયાની માહિતી મળી હતી. તમામ લોકો ત્યાં પહોંચ્યા હતાં. યુવકે નકલી પોલીસ તરીકે પકડાયેલા યુવકને ઓળખી કાઢ્યો હતો. કારમાં પોલીસ ડ્રેસ પહેરી પસાર થતાં આ યુવકનું નામ સમીર નુરુદ્દીન ચારણીયા (ઉં,35, રહે, ટેરેસ એપાર્ટમેન્ટ, કોમર્સ છ રસ્તા નવરંગપુરા) છે. પોલીસ તપાસમાં તે વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગનો સાગરીત હોવાનું ખૂલ્યું છે. સેટેલાઇટ પોલીસે કૃણાલની ફરિયાદ આધારે આરોપી સમીર, જાનવી, આશીક દેસાઈ સહિતના આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.