અમદાવાદઃ AMC પૂર્વ કમિશનર અને આઇએએસ અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન થયું છે. મહાપાત્રા 199 થી 2002 સુધી સુરત મનપાના પણ કમિશ્નર રહી ચુક્યા હતા. ગુરૂપ્રસાદ મહાપાત્રા કેન્દ્રમાં એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન રહી ચૂક્યા હતા.


છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર માટે AIIMSમાં દાખલ હતા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે અનેક મહત્વના પ્રોજેકટ ઉપર કાર્યરત રહ્યા હતા. 1986ની બેચના ગુરુપ્રસાદ મહાપાત્રા સિનિયર IAS હતા. ગુરુપ્રસાદ મહાપાત્રા GACL અને GNFC ના ચેયરમેન રહી ચુક્યા છે.

Milkha Singh Death: ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે કોરોનાથી નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક


ધ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષનીવયે કોરોનાથી નિધન થયું છે. પોતાના જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખાસિંહ 20 મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. મિલ્ખાસિંહની ચંદીગઢના PGIMERમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ.


 


મિલ્ખાસિંહ ટ્રેક એંડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક રેકોર્ડ સ્થાપ્યા. અને ચંદ્રકો જીત્યા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં પણ મિલ્ખાસિંહે શાનદાર પ્રદર્શનની સાથે દાયકો સુધી દેશના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.


 


મિલ્ખાસિંહના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે સહિત નેતાઓ, અભિનેતાઓએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરીને સ્વર્ગસ્થ મિલ્ખાસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


 



 





 


મિલ્ખાસિંહ અને તેના પત્ની નિર્મલ કૌર 20 મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. 24 મેના રોજ બન્નેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ આપીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યા હતા. અને ઘરે જ સારવાર ચાલી રહી હતી. તેના ઓક્સિજન લેવલ ઘટવાથી ત્રણ જુનના રોજ ફરીથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  પ્રધાનમંત્રી મોદીએ પણ ચાર જુને મિલ્ખાસિંહ સાથે ફોન પર વાત કરી હતીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.